ટેક્નો ગેજેટ્સની માંગ વધી, ભારતના વેરેબલ માર્કેટમાં 93.8%ની ત્રિમાસિક વૃદ્વિ
- ભારતના વેરેબલ માર્કેટમાં વૃદ્વિ
- વેરેબલ માર્કેટમાં 93.8 ટકાની ત્રિમાસિક વૃદ્વિ
- 38 કરોડ યુનિટની શિપમેન્ટ નોંધાઇ
નવી દિલ્હી: ભારતમાં આજે ટેક્નોલોજી ક્ષેત્રે જે ઝડપી સમય જોવા મળી રહ્યો છે તેમ ટેક્નોલોજી ગેજેટ્સની પણ બોલબાલા જોવા મળી રહી છે. ભારતના વેરેબલ માર્કેટમાં ચાલુ કેલેન્ડર વર્ષના જુલાઇથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન વાર્ષિક તુલનાએ 93.8 ટકાની વૃદ્વિ સાથે 2.38 કરોડ યુનિટની શિપમેન્ટ નોંધાઇ છે.
સપ્લાય ચેઇનમાં અનેક પડકારો છે અને સાથોસાથ પરિવહન ખર્ચમાં પણ મોટો વધારો થઇ રહ્યો હોવા છતાં વિક્રેતાઓ આક્રમક બની રહ્યાં છે અને તેમણે સમગ્ર મહિના સુધી ચાલેલા ફેસ્ટિવ સેલ્સની માટે પુરતો સ્ટોક રાખ્યો હતો. આઇડીસીએ ઉમેર્યું કે, સપ્ટેમ્બરમાં વેરેબલનું શિપમેન્ટ એક કરોડ યુનિટને વટાવી ગયું,. જે ગત વર્ષના સમાન મહિનાની તુલનાએ બમણા કરતાં વધારે છે.
ડેટા પર નજર કરીએ તો 30 સપ્ટેમ્બરે સમાપ્ત ત્રિમાસિકમાં ઘડિયાળ સૌથી ઝડપી વેચાણ વૃદ્ધિ દર્શાવનાર શ્રૈણી બની હતી. આ કેટેગરીમાં સમીક્ષાધીન સમયગાળા દરમિયાન ઘડિયાળના 43 લાખ નંગ વેચાયા છે. તો રિસ્ટબેન્ડના વેચાણનો આંકડો ઘટીને 7,38,000 યુનિટ પર આવી ગયુ. આ સતત સાતમું ક્વાર્ટર છે જેમાં રિસ્ટબેન્ડનું વેચાણ ઓછુ રહ્યુ છે.