1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનની અવળચંડાઇ, હવે ચીનને શંકાસ્પદ કન્ટેઇનર્સ મોકલ્યા, પરમાણું હથિયાર માટેનો કાચો જથ્થો હોવાની આશંકા
પાકિસ્તાનની અવળચંડાઇ, હવે ચીનને શંકાસ્પદ કન્ટેઇનર્સ મોકલ્યા, પરમાણું હથિયાર માટેનો કાચો જથ્થો હોવાની આશંકા

પાકિસ્તાનની અવળચંડાઇ, હવે ચીનને શંકાસ્પદ કન્ટેઇનર્સ મોકલ્યા, પરમાણું હથિયાર માટેનો કાચો જથ્થો હોવાની આશંકા

0
Social Share
  • પાકિસ્તાને ફરીથી નાપાક હરકત દોહરાવી
  • પાકિસ્તાનથી શંકાસ્પદ વસ્તુઓ ધરાવતા કન્ટેનર મોકલ્યા
  • આ કન્ટેઇનર્સ ચીન જતા હોવાની આશંકા

નવી દિલ્હી: પાકિસ્તાન વારંવાર તેની નાપાક હરકતો દોહરાવી રહ્યું છે. હવે મુંદ્રા અદાણી પોર્ટ પર પાકિસ્તાનના 7 કન્ટેનર રોકવામાં આવ્યા છે. મુંદ્રા કસ્ટમ તેમજ DRI દ્વારા જહાજ રોકવામાં આવ્યું છે. પાકિસ્તાનથી શંકાસ્પદ કન્ટેનર નીકળ્યા હતા. પાકિસ્તાન દ્વારા આ કન્ટેનર ચીન મોકલાઇ રહ્યા હતા. આ કન્ટેનરમાં પરમાણું હથિયાર બનાવવાનો કાચો જથ્થો હોવાની શક્યતા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, 18 નવેમ્બરના રોજ જોઇન્ટ કસ્ટમ્સ અને ડીઆરઆઇ ટીમે મુંદ્રા પોર્ટ પરથી કેટલાક કન્ટેઇનર્સ પકડ્યા છે. આ સીઝ કરાયેલા કન્ટેઇનર્સમાં જોખમી અને અનક્લિયર્ડ માલ હતો, જ્યારે આ કાર્ગો બિન જોખમી વસ્તુઓના માલમાં લિસ્ટેડ થયેલો હતો. આ સીલ કરાયેલા કન્ટેઇનર્સ ક્લાસ 7માં જોખમી શ્રેણીમાં વર્ગીકૃત કરાયા હતા.

અહીંયા ચોંકાવનારી વાત એ છે કે, આ કાર્ગો પાકિસ્તાનના કરાચીથી ચીનના શાંઘાઇના રૂટના હતા પરંતુ અહીં આવ્યા, આ કાર્ગો મુંદ્રા પોર્ટ કે ભારતના કોઇ પોર્ટ પરના ન હતા. સરકારી ઓથોરિટીએ આ કાર્ગોને ભારતમાં મુંદ્રા પોર્ટ પર વધારાની તપાસ માટે ઉતાર્યા. આ ઑપરેશનમાં સામેલ કસ્ટમ્સ, ડીઆરઆઇ અને તમામ આસિસ્ટન્ટે APSEZએ આભાર માન્યો હતો. તેમને આ રીતે એલર્ટ રહેવા અને ભારત માટે સુરક્ષા એક્શન લેવા માટે સેલ્યૂટ કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code