પાકિસ્તાનના કટ્ટરવાદ અંગે પાક. મંત્રીએ જ સ્વીકાર્યું, કહ્યું – આંતરિક કટ્ટરવાદથી છે ખતરો
- ખુદ પાકિસ્તાનના મંત્રીએ પાકિસ્તાનમાં જોવા મળતા કટ્ટરવાદનો કર્યો સ્વીકાર
- પાકિસ્તાનને તેના જ કટ્ટરવાદથી રહેલો છે ખતરો
- પાકિસ્તાને કટ્ટરવાદ સામે પૂરતા પગલાં લીધા નથી
નવી દિલ્હી: કટ્ટરવાદ અને લઘુમતીઓ પર દમન અને અત્યાચાર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નિંદા અને ટીકાનો ભોગ બનેલા પાકિસ્તાનની નિંદા હવે પાકિસ્તાનના જ મંત્રીએ કરી છે. ખુદ ઇમરાન સરકારના મંત્રી ફવાદ ચૌધરીએ સ્વીકાર્યું છે કે, પાકિસ્તાનને ભારત-અમેરિકાથી નહીં પરંતુ પાકિસ્તાનમાં જ વધી રહેલા કટ્ટરવાદથી ખતરો છે.
કટ્ટરવાદ અંગે વાત કરતા તેણે કહ્યું કે, આજે સ્કૂલો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ પણ કટ્ટરવાદ સાથે સંકળાયેલી ઘટનાઓમાં સામેલ થઇ રહ્યાં છે. આપણી પાસે વિશ્વની છઠ્ઠા ક્રમની સૌથી શક્તિશાળી સેના છે અને ન્યુક્લિયર બોમ્બ પણ છે. ભારત આપણો મુકાબલો કરી શકે તેમ નથી. યુરોપથી પણ આપણને ખતરો નથી. આપણે આપણા જ દેશમાં ખતરાનો સામનો કરી રહ્યાં છે.
કટ્ટરવાદની નાબૂદી મામલે વાત કરતા ચૌધરીએ ઉમેર્યું કે, દેશમાં કટ્ટરવાદને ખતમ કરવા માટે જે પગલાં લેવાયા છે તે પૂરતા નથી. સરકાર આ સંકટનો સામનો કરવા માટે તૈયાર નથી. તહરીક એ લમ્બેક સંગઠન સાથે થયેલા વિવાદ બાદ સરકારને પીછેહઠ કરવી પડી છે.