iPhoneમાં હોટસ્પોટ બંધ થઈ જાય છે તો આ સેટિંગ્સને કરો ચેન્જ
- આઈફોનમાં હોટસ્પોટ ઓટોમેટિક બંધ થઈ જાય છે?
- તો સેટિંગ્સમાં કરો આ રીતે બદલાવ
- પછી બંધ નહીં થાય હોટસ્પોટ
કેટલાક લોકો પોતાનો ફોન ઉપયોગ કરતા હોય છે ત્યારે તે હોટસ્પોટનો ઉપયોગ કરતા હોય છે. તેમને ઈન્ટરનેટની જરૂર પડતી હોય છે અને ફોનમાંથી ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હોય છે. આવામાં કેટલાક ફોનમાં એવું પણ થયું હોય છે કે હોટસ્પોટ ઓટોમેટિક બંધ થઈ જતું હોય છે અને તેના કારણે ક્યારેક કેટલાક કામમાં તેમને અડચણ પણ આવતી હોય છે.
આવામાં એક ફોનની કંપની છે એપ્પલ, કે જેમાં આઈફોન ઉપયોગ કરનાર લોકોને આ તકલીફ પડતી હોય છે. સામાન્ય રીતે iPhoneમાં કોઈ સમસ્યા નથી. પરંતુ કેટલીકવાર યુઝર્સને હોટસ્પોટ આપમેળે બંધ થવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યા ત્યારે આવે છે જ્યારે યુઝર્સ ડિવાઇસને કમ્પ્યુટર અથવા લેપટોપ સાથે કનેક્ટ કરે છે.
હવે આ સમસ્યાને દૂર કરવા માટે બસ આટલું કરો કે સેટિંગ્સમાં જઈને Low Data મોડને બંધ કરી શકો છો. આનાથી હોટસ્પોટ ઓટોમેટિક બંધ થવાની સમસ્યા દૂર થઈ જશે. Low Data મોડને બંધ કરવા માટે આ પ્રોસેસ કરો: લો ડેટા મોડને બંધ કરવા માટે, ફોનના સેટિંગ્સ પર જાઓ, અહીં તમને મોબાઈલ ડેટા મળશે, તેના પર ક્લિક કરો, હવે લો ડેટા મોડ વિકલ્પ દેખાશે, તેના પર ટેપ કરો, આમ કરવાથી લો ડેટા મોડ બંધ થઈ જશે.