રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કોરોનાની વેક્સિનનો બુસ્ટર ડોઝ લીધો
- રશિયાના રાષ્ટ્રપરિએ લીઘો વેક્સિનના બુસ્ટરડોઝ
- કોરોના સામે સ્પુટનિક લાઇટ રસીનો બૂસ્ટર ડોઝ કારગાર
દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો ત્યાર બાદ વેક્સિનેશનની કામગીરી દેરક દેશમાં ઝડપી બની તે અંતર્ગત વેક્સિનની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસી અને બૂસ્ટર ડોઝ રાહત આપી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રવિવારે જાહેરાત કરી હતી કે તેમણે કોરોના સામે સ્પુટનિક લાઇટ રસીનો બૂસ્ટર ડોઝ લીધો છે.
રશિયન સમાચાર એજન્સીઓએ રવિવારે જણાવ્યું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કોવિડ-19 સામે સ્પુટનિક લાઇટનો બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે. રશિયન રાષ્ટ્રપતિપુતિને ગમાલાયા સંશોધન કેન્દ્રના ડેપ્યુટી ડાયરેક્ટર ડેનિસ લોગુનોવ સાથેની બેઠકમાં કહ્યું, “આજે તમારી અને તમારા સાથીઓની ભલામણોના આધારે, મને સ્પુતનિક લાઇટનો બીજો રસી બૂસ્ટર શોટ મળ્યો છે.”
બુસ્ટર જોઢ લીધા બાબતે રાષ્ટ્રપતિએ આગળ કહ્યું કે ત્રીજો ડોઝ લીઝા બાદ તે સ્વસ્થ અનુભવી રહ્યા છે. જવાબમાં, લોગુનોવે જણાવ્યું હતું કે રસીકરણની અસરકારકતા ડોઝ લીધા પછી છથી આઠ મહિના ઘટી જાય છે અને લોકોએ વાયરસ સામે ઉચ્ચ સ્તરનું રક્ષણ જાળવવા માટે બૂસ્ટર ડોઝ લેવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ કોવિડ રસીના બૂસ્ટર ડોઝને લઈને ટૂંક સમયમાં નીતિ જાહેર કરવામાં આવી શકે છે. રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સના એક વરિષ્ઠ સભ્યએ કહ્યું છે કે પ્રાથમિકતા પહેલા પુખ્ત રસીકરણ કાર્યક્રમને પૂર્ણ કરવાની રહેશે. રસીકરણ પર રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથ નીતિઓને અંતિમ સ્વરૂપ આપશે.