1. Home
  2. ગુજરાતી
  3. શું સસ્તા ભાવે લગ્નના જોડાની કરવી છે ખરીદી, તો દિલ્હીના આ માર્કેટોની કરીલો મુલાકાત,તમારા બજેટમાં મળે છે અવનવા પરિધાન
શું સસ્તા ભાવે લગ્નના જોડાની કરવી છે ખરીદી, તો દિલ્હીના આ માર્કેટોની કરીલો મુલાકાત,તમારા બજેટમાં મળે છે અવનવા પરિધાન

શું સસ્તા ભાવે લગ્નના જોડાની કરવી છે ખરીદી, તો દિલ્હીના આ માર્કેટોની કરીલો મુલાકાત,તમારા બજેટમાં મળે છે અવનવા પરિધાન

0
Social Share
  • દિલ્હીમાં લગ્નના કપડા મળી રહ્યા છે તમારા બજેટમાં
  • લગ્ન સિઝનની શોપિંગ કરવા માટેના આ બેસ્ટ સ્થળો

હાલ દિવાળી પતી ગયા બાદ હવે લગ્નની સિઝન શરુ થી ચૂકી છે, આજકાલ દુલ્હન પોતાના ડજોડાને લઈને સજાગ રહે છે.ઘણી વખત લગ્નના કપડાને લઈને આપણાને બજેટની પણ ચિંતા હોય છે પણ તમને નહી ખબર હોય કે દિલ્હીના 3 – 4 માર્કેટ એવા છે કે જ્યા આપણા બજેટમાં લગ્નના લહેંગા,લોચી ઘરારા મળી રહે છે, આ સાથે જ વેરાયટિઓ પણ ખૂબ મળી જાય છે, તો જો હવે તમે લગ્નની શોપિંગ કરવાનું વિચારી રહ્યા હોવ તો દિલ્હીના આ માર્કેટની મુલાકાત ચોક્કસ લેજો.

 

1) ચાંદની ચોક

દિલ્હીનું ચાંદની ચોક બજાર લગ્નની ખરીદી માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં તમને ઘણી દુકાનો મળશે જ્યાંથી તમે બ્રાઈડલ લહેંગા ખરીદી શકો છો. તમે અહીં ઓનલાઈન જોયેલી લહેંગાની ડિઝાઇન સરળતાથી મળી જશે. અહીં તમને દરેક બજેટમાં લહેંગા મળશે. આ સાથે જ અહીંની માર્કેટમાં લહેંગાનું મેચિંગ કટલેરી પણ ખૂબ સારસ મળી રહે છે અને બજેટમાં પમ હોય છે.

2) લાજપત નગર

જો તમે દિલ્હીના લાજપત નગરથી ખરીદી કરવા જઈ રહ્યા છો, તો તમને અહીં ઘણા બધા શોરૂમ જોવા મળશે. જ્યાં તમે ડિઝાઇનર લહેંગા ખરીદી શકો છો. અહીં તમને કેટલાક મોંઘા લહેંગા મળશે. જો કે તેઓ એટલા મોંઘા નથી કે તમે તેમને ખરીદી શકતા નથી. અહી તમને ચૂંડલાથી લઈને નેકલેસ જેવી વસ્તુઓ પણ સસ્તા ભાવે ઉપલબ્ધ થઈ જાય છે.

3) કરોલ બાગ

કરોલ બાગ દુલ્હનની ખરીદી માટે સારો વિકલ્પ છે. અહીં તમને કન્યા માટે લહેંગા, સૂટ અને સાડી સહિત દુલ્હનના વેડિંગ ડ્રેસ પણ પોસાય તેવા ભાવે મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code