- વોટ્સએપ હવે યૂરોપિયન યૂઝર્સને આપશે વધુ માહિતી
- વોટ્સએપ પ્રાઇવસી પોલિસીમાં વધુ વિગતો ઉમેરશે
- 225 મિલિયન યુરોના દંડ બાદ આ નિર્ણય લીધો
નવી દિલ્હી: વોટ્સએપ વારંવાર કોઇને કોઇ વિવાદમાં રહેતું હોય છે અને હવે મેસેજીંગ એપ દ્વારા ડેટા પ્રાઇવસી નિયમોના ઉલ્લંઘન બદલ તેને દંડ ફટકારાયો હતો અને હવે આ દંડ બાદ કંપનીએ યુરોપિયન યૂઝર્સ માટે તેની પ્રાઇવસી પોલિસીમાં વધુ વિગતો ઉમેરી રહી છે. વોટ્સએપ કઇ રીતે ડેટા એકત્ર કરે છે અને તેને કઇ રીતે ઉપયોગ કરવામાં આવે છે, તે અંગેની પ્રાઇવસી પોલિસીની જાણકારી પૂરી પાડશે. તે ઉપરાંત પોતાની સર્વિસ અને ડેટા પ્રોટેક્ટશન વિશે જાણકારી આપશે.
વોટ્સએપ યૂરોપિયન યૂઝર્સને તેમની ચેટ લિસ્ટ પર એક બેનર નોટિફિકેશન આપશે, જેના દ્વારા તેઓ નવી માહિતી મેળવી શકશે. મહત્વનું છે કે, ફેસબૂકની અન્ય કંપનીઓ સાથે યૂઝર્સના ડેટા શેર કરવાનું ખુલતા યુરોપિયન યુનિયન ડેટા પ્રોટેક્શન રૂલ્સનું ઉલ્લંઘન કરવા બદલ સપ્ટેમ્બર મહિનામાં કંપનીએ આયર્લેન્ડના ડેટા પ્રાઇવસી વોચડોગ દ્વારા રેકોર્ડ 225 મિલિયન યુરોનો દંડ ફટકારાયો હતો.
ચેટ સર્વિસે જણાવ્યું કે, તેઓ આ આદેશ સાથે અસંમત છે. તેઓ હવે પોલિસીને અપડેટ કરીને તેનું પાલન કરશે. આ અપડેટમાં ડેટા કઈ રીતે હેન્ડલ કરવામાં આવે છે તેને કોઇ જ અસર કરશે નહીં. અને યુઝર્સે કંઇ પણ સ્ટેપ ફોલો કરવાની કે કોઇ પણ સંમતિ દર્શાવવાની પણ જરૂર રહેશે નહીં.
નોંધનીય છે કે, વોટ્સએપે આ વર્ષની શરૂઆતથી જ પોતાની પ્રાઇવસી પોલિસીને લઇને વિવાદમાં રહ્યું છે. કારણ કે નવી પોલિસી અનુસાર યૂઝર્સને પોતાના ડેટા ફેસબૂક સાથે શેર કરવા સંમત થવાની ફરજ પડતા ડેટા પ્રાઇવસી અંગે વધુ ચિંતાજનક સ્થિતિ ઊભી થઇ હતી.
વોટ્સએપના આ પગલાથી અન્ય સ્પર્ધક કંપનીઓ ટેલિગ્રામ અને સિગ્નલ પર યૂઝર્સ સ્વિચ થવા લાગ્યા હતા. તુર્કીના કોમ્પિટિશન વોચડોગ દ્વારા કરાયેલ ઇન્વેસ્ટિગેશન અનુસાર ડેટા એકત્ર કરવા પર જર્મન પ્રતિબંધ અને લગાવવામાં આવ્યો છે અને યુરોપિયન યુનિયનના અમુક જૂથો દ્વારા ફરીયાદ કરવામાં આવી છે.