- જીયોને ઝટકો
- સપ્ટેમ્બરમાં 1.9 કરોડ ગ્રાહકો ગુમાવ્યા
- વોડાફોનના પણ ગ્રાહકો ઘટ્યા
નવી દિલ્હી: આજે ટેલિકોમ ક્ષેત્રે પણ ટેલિકોમ કંપનીઓ વચ્ચે ખૂબજ સ્પર્ધા જોવા મળી રહી છે. હવે મુકેશ અંબાણીની માલિકીની કંપની જીયોને ઝટકો લાગ્યો છે.
ટેલિકોમ કંપનીઓના ગ્રાહકોનો ડેટાબેઝ ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ જાહેર કર્યા છે. તે અનુસાર સપ્ટેમ્બર મહિના દરમિયાન 1.9 કરોડ ગ્રાહકોએ જીયો છોડી દીધું છે. જ્યારે પ્રતિસ્પર્ધી કંપની ભારતી એરટેલે 2.47 લાખ નવા ગ્રાહકોનો ઉમેરો કર્યો છે. જ્યારે વોડાફોન આઇડિયાને પણ ઝટકો લાગતા 10.77 લાખ ગ્રાહકો ગુમાવવાનો વારો આવ્યો છે.
TRAIના આંકડા અનુસાર એરટેલને સપ્ટેમ્બર મહિનો ફળ્યો છે. એરટેલના ગ્રાહકોની સંખ્યા વધીને 35.44 કરોડ થઇ છે. જે ઓગસ્ટ મહિનામાં 35.41 કરોડ હતી. દેશની સૌથી મોટી ટેલિકોમ ઑપરેટર કંપની જીયોના ગ્રાહકોની સંખ્યા હવે 42.48 કરોડ રૂપિયા થઇ છે. સપ્ટેમ્બરમાં કંપનીએ 1.9 કરોડ ગ્રાહકો ગુમાવ્યા છે. વોડાફોન આઇડિયાના ગ્રાહકોની સંખ્યા 26.99 કરોડ નોંધાઇ છે.
મહત્વનું છે કે, દેશમાં કુલ વાયરલેસ જોડાણોની સંખ્યા પણ 118.67 કરોડથી ઘટીને 116.60 કરોડ પર પહોંચી છે.