જો તમે પણ મહારાષ્ટ્રની મુલાકાતે જવાના છો તો અહીં આ ઐતિહાસિક સ્થળો જોવાનું ભૂલશો નહીં
- મહારાષ્ટ્ર ફરવા જવાનું વિચારી રહ્યા છો
- તો આ ઐતિહાસિક સ્થળો જોવાનું ભૂલશો નહીં
- આ સ્થળો તમને ગમી જાય એવા છે
ઐતિહાસિક મરાઠા સામ્રાજ્યનું જન્મસ્થળ, મહારાષ્ટ્ર ભારતના ઇતિહાસ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. મરાઠાઓની બહાદુરી વિશે બધા જાણે છે. મહારાષ્ટ્રમાં આજે પણ આ સામ્રાજ્યોના રાજાઓ દ્વારા બાંધવામાં આવેલા કિલ્લાઓ, ગુફાઓ, કબરો અને બીજા ઘણા બધા છે, જે દરેકને પસંદ છે.તો ચાલો જાણીએ મહારાષ્ટ્રના એવા મુખ્ય ઐતિહાસિક સ્થળો જ્યાં એક વાર મુલાકાત લેવી જ જોઈએ.
સિંધુદુર્ગ કિલ્લો મહારાષ્ટ્રના કિનારે આવેલો ઐતિહાસિક કિલ્લો છે. જેનું નિર્માણ 1664માં છત્રપતિ શિવાજી મહારાજે કરાવ્યું હતું. આ કિલ્લામાં, મરાઠા નાયક છત્રપતિને સમર્પિત એક નાનું મંદિર પણ કિલ્લાની હદમાં આવેલું છે.
મુરુડ જંજીરા કિલ્લો મહારાષ્ટ્રના મુરુડના દરિયાકાંઠાના ગામમાં એક ટાપુ પર સ્થિત એક શક્તિશાળી કિલ્લો છે. આ કિલ્લો લગભગ 350 વર્ષ જૂનો છે, જેને બનાવવામાં 22 વર્ષ લાગ્યા હતા. તેની સુંદરતા દરેકને તેની તરફ આકર્ષિત કરે છે.
કોલાબા કિલ્લો અથવા અલીબાગ કિલ્લો લગભગ 300 વર્ષ જૂનો કિલ્લો છે. શિવાજી મહારાજના શાસન દરમિયાન આ કિલ્લો મુખ્ય નૌકા મથક હતું. આ કિલ્લાની અંદરની કોતરણી અને કલાકૃતિઓ ખૂબ જ સુંદર છે. આ કિલ્લાની અંદર એક જૂનું મંદિર પણ છે.
3400 ફૂટની ઉંચાઈ પર આવેલો, લોહાગઢ કિલ્લો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ અને મહારાષ્ટ્રની મુખ્ય ઐતિહાસિક ધરોહર છે. અહીંનો નજારો દરેકને ગમે છે. આ ઐતિહાસિક કિલ્લો પૂણેથી 52 કિલોમીટરના અંતરે અને લોનાવાલા હિલ સ્ટેશનથી 20 કિલોમીટરના અંતરે આવેલો છે.