ઉત્તરપ્રદેશઃ જેવરમાં દેશનું પ્રથમ પ્રદુષણ મુક્ત એરપોર્ટ બનશે
લખનૌઃ જેવરમાં બની રહેલા ઉત્તરપ્રદેશના પાંચમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ 2024માં શરૂ થઈ થશે. વડાપ્રદાન નરેન્દ્ર મોદી 25મી નવેમ્બરના રોજ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા જેવર પહોંચશે. દરમિયાન સીએમ યોગી આદિત્યનાથએ જણાવ્યું હતું કે, અમારુ લક્ષ્યાંક 2024 સુધીમાં એરપોર્ટ ચાલુ કરવાનો છે અને એક લાખથી વધારે લોકોને રોજગારી મળવાની શકયતા છે. જેવર એરપોર્ટ બનાવવામાં કુલ 24થી 35 હજાર કરોડનો ખર્ચ થશે અને લગભગ 1 લાખ લોકોને રોજગારી મળવાની શકયતા છે. ઉત્તરપ્રદેશનું આ પાંચમું ઈન્ટરનેશનલ એરપોર્ટ હશે.
સીએમ યોગીએ કહ્યું કે, દેશમાં જેવર એરપોર્ટ પહેલુ એરપોર્ટ હશે જે પ્રદુષણથી મુક્ત હશે. આ એખિયાનું સૌથી મોટુ એરપોર્ટ હશે. આ ઉપરાંત અમે ફિલ્મ સિટી ઉપર પણ કામ ઝડપથી કરી રહ્યાં છીએ. ઉત્તરપ્રદેશના કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટની પણ શરૂઆત થઈ છે. આનું ઉદ્ઘાટન પીએમ મોદીએ કહ્યું હતું.
પીએમઓના જણાવ્યા અનુસાર જેવર એરપોર્ટ દિલ્હી-એનસીઆસમાં બનનારુ બીજુ એરપોર્ટ હશે. નોઈડા, ગાઝિયાબાદ, અલીગઢ, બુલંદશહર, આગ્રા, મથુરા સહિત પશ્ચિમ ઉત્તરપ્રદેશના કેટલાક જિલ્લાઓ અને હરિયાણાના ફરીદાબાદ, પલવર અને વલ્લભગઢ જેવા શહેરોના લોકોને આ એરપોર્ટનો લાભ મળશે. નાઈડાના વિકાસને ધ્યાનમાં રાખીએ તો એરપોર્ટ મહત્વનું મનાઈ રહ્યો છે.
ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આ પહેલા યોગી સરકાર અનેક મહત્વના પ્રોજેક્ટ પૂર્ણ કરવાની તૈયારીઓમાં લાગી છે. તેમજ અન્ય મહત્વના પ્રોજેક્ટ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વાચલ એક્સપ્રેસનું ઉદ્ઘાટન કર્યું હતું.