ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધની ભારત સરકારની તૈયારી બાદ મોટા ભાગની ક્રિપ્ટોકરન્સીમાં કડાકો
નવી દિલ્હી: ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારા રોકાણકારોને મોટો ઝટકો લાગવાનો છે કારણ કે ભારત સરકાર હવે નિયંત્રણ વગરની ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. આ સમાચાર બાદ મોટા ભાગની ક્રિપ્ટોકરન્સીના મૂલ્યમાં ઘટાડો થયો છે.
ભારતમાં તમામ પ્રાઇવેટ ક્રિપ્ટો પર સરકાર પ્રતિબંધ મૂકી શકે છે. સરકાર સંસદના શિયાળુ સત્ર દરમિયાન આ મુદ્દે બિલ લઇને આવી રહી છે. આ સમાચાર બાદ થી જ ક્રિપ્ટોકરન્સીમાં કડાકો બોલી ગયો હતો.
સરકારની આ તૈયારી બાદ મોટા ભાગની ક્રિપ્ટોકરન્સીમાં 15 ટકા સુધીનો કડાકો બોલી ગયો હતો. Bitcoinમાં 15 ટકા, Ethereumમાં 12 ટકા, Tetherમાં 6 ટકા, USD કોઇન્સમાં 8 ટકાનો ઘટાડો થયો છે. ભારતમાં બિટકોઇન 15 ટકા ઘટીને 40,28,000 રૂપિયા અને એથેરમની કિંમત 03,05,114 રૂપિયા છે. તો ટીથરની કિંમત 76 રૂપિયા છે.
સંસદના શિયાળુ સત્ર દરમિયાન ધ ક્રિપ્ટો કરન્સી એન્ડ રેગ્યુલેશન એક્ટ ઑફ ઑફિશિયલ ડિજીટલ કરન્સી બિલ 2021 તરીકે રજૂ કરવામાં આવશે.
ક્રિપ્ટો કરન્સી ટેકનોલોજીના ઉપયોગથી રાહત આપવા માટે જ સરકારે આ બિલમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી સરકારી ડિજિટલ કરન્સી ચલાવવા માટે ફ્રેમ વર્ક કરવામાં આવશે. આ બિલને લઈને લોકસભા બુલેટિનમાં સરકાર તરફથી જાણકારી આપવામાં આવી હતી.