અમદાવાદમાં લગ્નસરાની ધૂમ સીઝન, પાર્ટી પ્લોટ્સ, બેન્કવેટ, કેટરિંગને 100 ટકાનું બુકિંગ મળ્યું
અમદાવાદઃ ગુજરાતભરમાં કાર્તિકી પૂર્ણિમા બાદ હવે લગ્નસરાની સીઝન શરૂ થઈ છે. જોકે આ વખતે ઓછા મૂહુર્ત હોવાથી એકજ દિવસે વધુ લગ્નો યોજાય તેવી શક્યતા છે. અમદાવાદ શહેરમાં એટલાં લગ્નો છે કે, તમામ હોલ્સ, પાર્ટી પ્લોટ ફૂલ બૂક ચાલે છે.
કર્મકાંડી પંડિતોના જણાવ્યા મુજબ હિંદુ ધર્મના વિવિધ સમાજોમાં લગ્નસરાની સિઝનનો પણ પ્રારંભ થઈ ગયો છે.વિક્રમ સંવત 2078 માં લગ્ન માટેના કુલ 53 જેટલા શુભ મુહૂર્તો છે. જે ગત વર્ષ કરતાં 12 જેટલા વધુ છે. 14 મી તારીખે દેવ ઉઠી પ્રબોધિની એકાદશી હોવાથી દેવ દિવાળી ઉજવવામાં આવી હતી. આ દિવસો દરમિયાન તુલસી વિવાહ કરવામાં આવે છે અને ચાતુર્માસ પૂર્ણ થાય છે. નવા વર્ષે પહેલું શુભ મુહૂર્ત 15 નવેમ્બર થી શુરૂ થઈ ગયું છે.આ વર્ષે કોરોનાનાં કેસમાં ઘટાડો થતાં આ વખતે લગ્ન સમારોહમાં 400 ને પરવાનગી આપવામાં આવી છે. કોરોનાએ પગપેસારો કર્યા બાદ લગ્ન સમારોહમાં આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવું પ્રથમવાર બન્યું છે.
અમદાવાદમાં નવેમ્બર થી લઈને ફેબ્રુઆરી સુધી તમામ જગ્યાઓ નું બુકિંગ થઈ ચૂક્યું છે આ અંગે ગુજરાત કેટરિંગ એસોસિએશનનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વર્ષે લગ્નગાળાની ધૂમ સીઝન છે. લગ્નના મુહૂર્ત આગામી 16 ડિસેમ્બર સુધી જારી રહેશે. ત્યારબાદ એક માસ ધનારક એટલે કમૂરતા રહેશે. જેમાં માંગલિક કાર્યો ને અશુભ માનવામાં આવે છે, જેથી વિધિવત લગ્નો કરવામાં આવશે નહીં. અમદાવાદમાં બહાર લોકો ડિસ્ટીનેશન વેડિંગ માટે પણ તૈયાર થયા છે.ગોવા, દમણ, સેલવાસ,વિલેજ ફાર્મ, રિસોર્ટમાં થિમ અને ડેસ્ટિનેશન વેડિંગનો વ્યાપ વધ્યો છે.સાધન સંપન્ન પરિવારોમાં ગોવા, દમણ, સેલવાસ, વિલેજ ફાર્મ, રિસોર્ટમાં થિમ અને ડેસ્ટિનેશન વેડિંગનો વ્યાપ વધ્યો છે. અહીં 400 વ્યક્તિની મર્યાદા નડતી ન હોવાથી તેના બુકિંગમાં પણ 20 ટકા બુકિંગ 2019ની તુલનાએ વધુ નોંધાયું છે.