- પ્લેટફોર્મ ટિકીના ભાવ ફરી ઘટાડવામાં આવ્યા
- કોરોનાને લઈને 50 રુપિયા હતા હવે 10 કરવામાં આવ્યા
મુંબઈઃ- કોરોના મહામારી દરમિયાન ભારતીય રેલ્વેએ સંક્રમણને ધ્યાનમાં રાખીને લોકોની વધુ ભીડ એકત્ર ન થાય તે માટે લાગુ કરાયેલા પ્રતિબંધોને હળવા કરવાનું શરૂ કરી દીધું છે. આ બાબતે સમાચાર છે કે મધ્ય રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના ભાવ ઘટાડવાનો નિર્ણય લીધો છે.
પ્લેટફાર્મ ટિકીટ ભાવ ઘટડવા અંગે માહિતી આપતા મધ્ય રેલ્વેના જનરલ મેનેજરે જણાવ્યું હતું કે સીએસએમટી, દાદર, એલટીટી, થાણે, કલ્યાણ અને પનવેલ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમત હવે ઘટાડીને રૂ.10 કરી દેવામાં આવી છે. આ પહેલા તેની કિંમત 50 રૂપિયા પ્રતિ વ્યક્તિ હતી.
આ સાથે જ રેલ્વેએ એવા મુસાફરોને વિશેષ સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે જેમણે કોરોના રસીના બંને ડોઝ મેળવ્યા છે. રેલ્વેએ યુટીએસ મોબાઈલ એપને મહારાષ્ટ્ર સરકારના યુનિવર્સલ પાસ સાથે સંકલિત કરી છે. આનાથી સંપૂર્ણ રસીકરણ કરાયેલા સ્થાનિક મુસાફરો તેમના ફોન પર ટિકિટ બુક કરી શકશે. લોકલ ટ્રેન પાસ માટે યુટીએસ એપની આ સુવિધા આવતીકાલે સવારથી ઉપયોગ કરી શકાશે.
ઉલ્લેખનીય છે કેરેલ્વેએ કોરોના મહામારી બાદ બંધ કરાયેલી ટ્રેનોમાં કેટરિંગ સેવાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તે હવે રાજધાની, શતાબ્દી, દુરંતો, વંદે ભારત, તેજસ અને ગતિમાન એક્સપ્રેસ ટ્રેનોથી શરૂ થશે. રેલવે બોર્ડે બુધવારે આ નિર્ણય લીધો હતો. રાંધેલું ભોજન પ્રદાન કરવાની કેટરિંગ સેવા ટૂંક સમયમાં અન્ય ટ્રેનોમાં પણ પુનઃસ્થાપિત થઈ શકે છે. સ્પેશિયલ ટ્રેનોને બદલે હવે મોટાભાગની ટ્રેનો નિયમિત થઈ ગઈ છે. સાથે જ ટ્રેનમાં ભોજનની સુવિધા પણ મુસાફરોને ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. આનો ફાયદો એ થશે કે પ્રવાસ દરમિયાન મુસાફરોને ટ્રેન અને સ્ટેશનો પર તાજું ભોજન મળશે.