જામનગરમાં જોરદાર સૈન્ય અભ્યાસ, ફાઈટર પ્લેનના અવાજથી ગૂંજી ઉઠ્યું શહેર
- ભારતીય સેનાનો યુદ્ધ અભ્યાસ
- જામનગરમાં જોરદાર સૈન્ય અભ્યાસ
- ફાઈટર પ્લેનના અવાજ પણ સંભળાયા
રાજકોટ :ભારતીય સેના યુદ્ધ અભ્યાસ કરે અને લોકોને તેની ખબર પડે તે વાત તો બને જ નહી. ભારતીય સેના દ્વારા વીરતા અને શૌર્યનું પરાક્રમ બતાવવા માટે જામનગરમાં બે દિવસથી સૈન્ય અભ્યાસ કરી રહી છે. આ દરમિયાન શહેરના આકાશમાં ભારતીય વાયુસેનાના પ્લેન પણ જોવા મળ્યા અને સાથે તેના અવાજથી શહેર ગૂંજી ઉઠ્યું.
અનેક ફાઈટર પ્લેન ઉડવાના કારણે હવામા પ્લેનના ગડગડાટ સંભળાઈ રહ્યા છે, જેની સાથે સાથે બોમ્બ બ્લાસ્ટની પણ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના કારણે ક્રમસહ પ્રચંડ ધડાકા સાંભળાઇ રહ્યા છે.
જામનગર શહેરમાં ગઈકાલે સવારથી સાંજ સુધીમાં અનેક વખત ધડાકા સંભળાયા હતા, અને ધરતી ધ્રુજતી હતી. ઉપરાંત રહેણાંક મકાન 2ના બારી દરવાજા પણ ખખડયા હતા. સૌપ્રથમ લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો, પરંતુ તંત્ર દ્વારા એરફોર્સની કવાયત હોવાનું જાહેર કરાતાં હાશકારો થયો હતો.
ઉલ્લેખનીય છે કે સૈન્યની કવાયત કયા કારણોસર કરવામાં આવે છે તેના વિશે જાણકારી આપવામાં આવતી નથી. દેશની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને કેટલીક વાતોને જાહેર કરવામાં આવતી નથી પરંતુ લોકોએ પણ ચિંતિત થવુ જોઈએ નહી, કારણ કે ભારતીય સેના, ભારતીય વાયુસેના અને ભારતીય નૌસેના દેશની રક્ષા અને સલામતી માટે 24 કલાક સજ્જ રહે છે.