- ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના નિવેદનથી ચીન ભડક્યું
- સીડીસી બિપિન રાવતે ચીન તરફથી સતત ખતરો હોવાનું કહ્યું હતું
- ચીને આ નિવેદનને બેજવાબદાર અને ખતરનાક ગણાવ્યું
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદ પર તણાવ સતત વધી રહ્યો છે અને હવે આ વચ્ચે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતના નિવેદનથી ચીન ભડક્યું છે.
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતે એવું નિવેદન આપ્યું હતું કે, ચીન ભારતની સુરક્ષા માટે ખતરો છે. તેમના આ નિવેદન પર ચીન ભડક્યું હતું. ચીનના સંરક્ષણ વિભાગના પ્રવક્તા કર્નલ વૂ કિયાને આ નિવેદનને બેજવાબદાર અને ખતરનાક ગણાવ્યું છે અને કહ્યું છે કે, તેઓએ એવું પણ કહ્યું છે કે, આ પ્રકારના નિવેદનોથી બંને દેશો વચ્ચે ટકરાવ વધવાની પણ સંભાવના છે.
તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે, ભારતના અધિકારીઓએ હરહંમેશ ચીન તરફથી સૈન્ય ખતરો હોવાની અટકળો લગાવતા જ હોય છે. ભારત ચીન બોર્ડર વિવાદ પર ચીનનુ વલણ ખૂબ જ સ્પષ્ટ છે. બોર્ડર વિસ્તારમાં શાંતિ જાળવી રાખવા માટે ચીન પ્રતિબદ્વ છે.
ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદના ઉકેલમાં વિશ્વાસનો અભાવ જોવા મળી રહ્યો છે તેવા મુદ્દા પર કર્નલ વૂએ કહ્યુ હતુ કે, અમે ભારતીય પક્ષને તેની વાત રજૂ કરવાની પૂરેપૂરી તક આપી છે. બોર્ડર વિવાદમાં તણાવ ઘટાડવાના પૂરા પ્રયત્નો થઈ રહ્યા છે.