PM મોદીને ‘સમિટ ફોર ડેમોક્રેસિ’ માટે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને આપ્યું આમંત્રણ- વર્ચ્યૂઅલ રીતે લઈ શકે છે ભાગ
- સમિટ ફોર ડેમોક્રેસિ માટે પીએમ મોદીને આમંત્રણ
- વર્ચ્યૂઅલ રીતે આપી શકે છે હાજરી
દિલ્હીઃ- અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા આવતા મહિને યોજવામાં આવનારી ‘સમિટ ફોર ડેમોક્રેસી’માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે.મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી આ વર્ચ્યુઅલ મીટિંગમાં ભાગ લઈ શકે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન 9 અને 10 ડિસેમ્બરે બે દિવસીય સમિટ ફોર ડેમોક્રેસીની યજમાની કરનાર છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આપેલી માહિતી પ્રમાણે , લોકતંત્ર માચે શિખર સમ્મેલન’ સરકાર, નાગરિક સમાજ અને ખાનગી ક્ષેત્રના નેતાઓને લોકતાંત્રિક નવીકરણ માટે સકારાત્મક એજન્ડા સેટ કરવા અને સૌથી મોટા જોખમોનો સામનો કરવા માટે એકસાથે એક મંચ પર લાવશે.
અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે ભારતને ‘લોકશાહી માટે સમિટ’ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને વડા પ્રધાન મોદી વર્ચ્યુઅલ મીટિંગમાં ભાગ લે તેવી શક્યતાઓ પણ છે. યુનાઇટેડ સ્ટેટ્સ માટે, સમિટ વિવિધ પ્રકારના કલાકારોને સાંભળવાની, શીખવાની અને સંલગ્ન થવાની તક પૂરી પાડશે જેમનું સમર્થન અને પ્રતિબદ્ધતા વૈશ્વિક લોકશાહી નવીકરણ માટે મહત્વપૂર્ણ છે.
ઉલ્લેખનીય છે વિશ્વભરમા થતા કાર્યક્રમોમાં પીએમ મોદીની બોલબાલા રહી છે, પીએમ મોદી અનેક સમિટમાં ભાગ લે છે અને ભઆરકનું પ્રતિનિધિત્વ પણ કરે છે, દરેક મોરચે પીએમ મોદીની મહત્વના યોગદાનને વિશ્વભરમાં નોઁધવામાં આવી રહ્યું છે.