ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્નને નડ્યો અકસ્માત, બાઈક 15 મીટર સુધી ઢસડાઈ
દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર શેન વોર્નને અકસ્માત નડ્યો હતો. શેન વોર્ન મેલબર્નમાં પોતાના દીકરા જેક્સનની સાથે પોતાની બાઈકની સવારી કરી રહ્યાં હતા. દરમિયાન આ એક્સિડન્ટ નડ્યો હતો. મોટરસાઈકલ સ્લીપ થઈ જતા લગભગ 15 મીટર ઢસડાઈ હતી. આ અકસ્માતમાં 52 વર્ષીય પૂર્વ ક્રિકેટરને ઈજા થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, શેન વોર્ન આજે સવારે બાઈક રાઈડ પર નિકળ્યાં હતા. દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. બાઈક અકસ્માત બાદ 15 મીટર સુધી ઢસડાઈ હતી. આ દુર્ઘટનામાં વોર્નની સાથે તેમના દીકરાને પણ ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. અકસ્માત બાદ વોર્નએ કહ્યું હતું કે, તેમને ઈજા થઈ છે અને દુઃખાવો પણ થઈ રહ્યો છે. તેમને ગંભીર ઈજા ન થઈ હોય તેને લઈને ચિંતામાં મુકાયાં છે. વોર્ન અને તેમના દીકરો હાલ સુરક્ષિત છે અને મોટા ખતરાથી બહાર છે. વોર્ન આગામી સિરીઝમાં કોમેન્ટટર તરીકે જોવા મળશે.
શેન વોર્નનું ક્રિકેટ કેરિયર જોરદાર રહ્યું છે. તે દુનિયાના ટેસ્ટમાં સૌથી વધારે વિકેટ લેનારા બીજા બોલર છે. ઓસ્ટ્રેલિયા માટે રમતા તેમણે 145 ટેસ્ટ મેચમાં 708 જેટલી વિકેટ લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમના નામે 37 વાર પાંચથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનાર મુથૈયા મુરલીધન છે. તેમણે 800 જેટલી વિકેટ લીધી છે. મુરલીધરન બાદ બીજા ક્રમ ઉપર શેન વોર્ન છે.