1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં વિદ્યાસહાયકોની ભરતી 6300 નહીં પણ 3300ની જ કરાશે, ઉમેદવારોમાં રોષ

ગુજરાતમાં વિદ્યાસહાયકોની ભરતી 6300 નહીં પણ 3300ની જ કરાશે, ઉમેદવારોમાં રોષ

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધતા જાય છે. જેમાં ટેટ અને ટાટ પરીક્ષા ઉતિર્ણ કરેલા હજારો ઉમેદવારો શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે અગાઉ 6300 શિક્ષકોની ભરતી કરાશે.  એવી જાહેરાતથી ઉમેદવારોને નોકરી મળશે તેવી આશા બંધાણી હતી. પરંતુ રાજય સરકાર દ્વારા વિદ્યાસહાયકો માટે થનારી ભરતી માટેની જગ્યાની સંખ્યા એકાએક અડધી કરી નાખવામાં આવતા ઉમેદવારોમાં રોષ ભભૂકી ઉઠયો છે. રાજયના શિક્ષણ વિભાગે અગાઉ 6300 વિદ્યાસહાયકોની ભરતી કરવા માટેની તૈયારી હાથ ધરી હતી. હવે આ સંખ્યા એકાએક ઘટાડીને 3300ની કરવામાં આવતા છેલ્લા 4 વર્ષથી ભરતીની રાહ જોતા એક લાખ જેટલા ઉમેદવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા અને સરકારે મંજુરી આપતા ધો. 1થી 12ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. પરંતુ ઘણીબધા શાળાઓમાં પુરતા શિક્ષકો જ નથી. ઘણી શાળાઓ તો માત્ર એક જ શિક્ષકથી ચાલી રહી છે. બીજીબાજુ ઘણાબધા શિક્ષકો નિવૃત થયા છે. આમ શિક્ષકોની ઘણી જગ્યાઓ ખાલી છે. વિદ્યાસહાયકોની ભરતી માટે છેલ્લા 4 વર્ષથી પ્રક્રિયા હાથ ધરવા માટે વાયદા અપાય છે. ટેટ-ટાટ પાસ થનાર એક લાખ જેટલા ઉમેદવારો ભરતી માટેની રાહ જોઇ રહ્યા છે. ઉમેદવારોના કહેવા પ્રમાણે તાજેતરમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે કાર્યવાહી હાથ ધરાઇ છે.આ કાર્યવાહીમાં ઉમેદવારો માટે 3300 જગ્યા એટલે કે 2 હજાર ધો. 6થી8 અને 1300 જગ્યા ધો.1થી5 માટે ભરતી હાથ ધરવાનું નક્કી થયું છે. ભરતીની જગ્યા ઓછી કરવામાં આવતા છેલ્લા 4 વર્ષથી ભરતી માટે રાહ જોતા ઉમેદવારોને અન્યાય થશે તેમ ઉમેદવારોનું કહેવું છે. (File photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code