કાનપુર ટેસ્ટ ડ્રો, ટીમ ઈન્ડિયા જીતથી માત્ર એક વિકેટથી દૂર રહી ગઈ
દિલ્હીઃ કાનપુર ટેસ્ટના અંતિમ દિવસે જીતની નજીક પહોંચેલી ભારતીય ટીમ અંતિમ વિકેટ લેવામાં સફળ ના થતા ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી. રવિન્દ્ર જાડેજાએ 4 અને રવિચંદ્રન અશ્વિનએ જોરદાર બોલીંગ નાખી હતી. જો કે, અચિન રવિન્દ્ર અને 11માં ક્રમે બેટીંગ કરવા આવેલા એજાજ પટેલે ભારતીય બોલરોનો સામનો કરીને ન્યૂઝીલેન્ડને હારથી બચાવી હતી. ખરાબ પ્રકાશને કારણે પુરી ઓવર નાખવામાં આવી ન હતી અને ટેસ્ટ મેચને ડ્રો જાહેર કરવામાં આવી હતી. ભારતીય ટીમના શ્રેયસને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. ડેબ્યુ કરનારા શ્રેયસે પ્રથમ મેચમાં 170 રન બનાવ્યાં હતા.
ભારતીય ટીમ જીતથી માત્ર એક વિકેટ દૂર રહી ગઈ હતી. ભારતીય ટીમની જીતમાં અવરોધ ઉભો કરનારા ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્રએ 91 બોલનો સામનો કરીને 18 રન બનાવીને અણનમ રહ્યો હતો. 11માં ક્રમે આવેલા એજાજે 23 બોલનો સામનો કર્યો હતો અને પોતાની ટીમને હારથી બચાવી હતી. ભારતે કાલે પોતાની બીજી ઈનિગ્સ 234 રન ઉપર ડિકલેર કરી હતી. તેમજ મહેમાન ટીમને 284નો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચમાં 170 રન બનાવનાર શ્રેયસ અયૈરએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. બીજી ઈનિંગ્સમાં ભારતના શ્રેયસ ઐયર (65), અશ્વિન (32) અને રિદ્ધિમાન સાહા (61) રનની મદદથી 234 રનનો સ્ટોર બનાવ્યો હતો. ઐયરે પ્રથમ ઈનિંગ્સમાં 105 રન બનાવ્યાં હતા. શ્રેયર્સ ડેબ્યુ ટેસ્ટમાં સદી બનાવનારો 16 મો ખેલાડી બન્યો છે.