1. Home
  2. ગુજરાતી
  3. કોરોના જેવી મહામારીમાં પણ દેશ નથી ડગ્યોઃ અર્થતંત્રની સ્થિતિ સતત સુધરતી જઈ રહી છે,જાણો તેના કેટલાક કારણો
કોરોના જેવી મહામારીમાં પણ દેશ નથી ડગ્યોઃ અર્થતંત્રની સ્થિતિ સતત સુધરતી જઈ રહી છે,જાણો તેના કેટલાક કારણો

કોરોના જેવી મહામારીમાં પણ દેશ નથી ડગ્યોઃ અર્થતંત્રની સ્થિતિ સતત સુધરતી જઈ રહી છે,જાણો તેના કેટલાક કારણો

0
Social Share
  • કોરોના બાદ પણ દેશની અર્થવ્યવસ્થામાં સુધારો
  • આર્થિક વૃદ્ધી દર 8.4 ટકા રહ્યો

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીનો માર જોવા મળી રહ્યો છએ જો કે આ સમગ્ર સ્થિતિ વચ્ચે દેશની અર્થવ્યવસ્થા ગંભીરબની હતી ત્યારે જેમ જેમ સ્થિતિ સામાન્ય થતી ગઈ તેમ તેમ દેશની અર્થવ્યલસ્થા પણ સુધરતી ગઈ ત્યારે હાલની સ્થિતિમાં દેશનો આર્થિક વિકાસદર વધતો જ જોવા મળશી રહ્યો છે.

મળતી માહિતી પ્રમાણે વર્તમાન નાણાકીય વર્ષ 2021-22 ના બીજા ક્વાર્ટરમાં દેશનો આર્થિક વિકાસ દર 8.4 ટકા હતો. આ સાથે, વિકાસ દર કોરોનાના પહેલા સ્તરને પાર કરી ગયો છે. આ સાથે જ ઘાર્યા વૃદ્ધિ દર કરતાં વધુ સારો વૃદ્ધીદર રહ્યો છે.

ભારતીય અર્થતંત્ર આ વર્ષે મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપી વૃદ્ધિ હાંસલ કરવાના ટ્રેક પર જોવા મળે છે. વિતેલા દિવસને મંગળવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા પ્રમાણે, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર 20.1 ટકાના પ્રથમ ત્રિમાસિક વૃદ્ધિ દરની સરખામણીમાં ધીમો પડ્યો છે. જોકે, ગયા વર્ષના સમાન સમયગાળામાં નોંધાયેલા 7.4 ટકાના ઘટાડા કરતાં આ દરમાં વૃદ્ધી જોઈ શકાય છે.

જાણો કોરોના જેવી મહામારીમાં પણ દેશની આર્થિક વૃદ્ધીના કેટલાક કારણો

  • ઉલ્લેખનીય છે કે કડક લોકડાઉનથી ખરાબ રીતે પ્રભાવિત એપ્રિલ-જૂન 2020માં આર્થિક વિકાસ દરમાં 24.4 ટકાનો મોટો ઘટાડો થયો હતો. આ જ કારણ છે કે નીચા તુલનાત્મક આધારને કારણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ હતી
  • આ વર્ષે એપ્રિલના મધ્યમાં મહામારીની બીજી લહેરથી આર્થિક પ્રવૃત્તિ પાછી પાટા પર આવી રહી છે, આ સતત ચોથા ક્વાર્ટરમાં વિકાસ દર સકારાત્મક રહ્યો છે. તે જ સમયે, ગયા નાણાકીય વર્ષના પ્રથમ બે ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસ દર નકારાત્મક રહ્યો હતો.
  • નાણાકીય વર્ષ 2021-22 ના બીજા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા મહામારીની અસરને હળવી કરવા અને રસીકરણમાં ઉછાળા વચ્ચે ખાનગી વપરાશના ખર્ચમાં વધુ સારી રિકવરી દર્શાવે છે.
  •  બીજા ક્વાર્ટરમાં સરકારી ખર્ચ ગયા વર્ષના સમાન ક્વાર્ટરની સરખામણીમાં 8.7 ટકા વધ્યો છે અને વ્યાજ દરો ઓછા હોવાને કારણે વપરાશમાં વધારો થયો છે.
  • કૃષિ ક્ષેત્રે અર્થવ્યવસ્થામાં સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે અને સતત બીજા ક્વાર્ટરમાં 4.5 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.
  • મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ દર 5.5 ટકા રહ્યો. આ સ્થાનિક માંગ અને નિકાસમાં ઉછાળો દર્શાવે છે. બાંધકામ, વેપાર, હોટેલ, પરિવહન અને નાણાકીય સેવાઓના ક્ષેત્રે 7-8 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી, જે આર્થિક ગતિવિધિઓમાં તેજીને કારણે છે.
  • મળતા ડેટા અનુસાર, બીજા ક્વાર્ટરમાં સરકારી સેવાઓમાં 17.4 ટકાની મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. તેમાં જાહેર વહીવટ અને સંરક્ષણનો પણ સમાવેશ થાય છે.
  • જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સંપૂર્ણ રીતે જીડીપી રૂ. 35,73,451 કરોડ હતી. આ નાણાકીય વર્ષ 2019-20 ના સમાન ક્વાર્ટરમાં રૂ. 35,61,530 કરોડના કદ કરતાં વધુ છે.
  •  મહામારીને કારણે લાદવામાં આવેલા નિયંત્રણો દરમિયાન ગયા વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીડીપી ઘટીને રૂ. 32,96,718 કરોડ પર આવી ગયો હતો. જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્રોસ વેલ્યુ એડેડ)નો દર 8.5 ટકા હતો અને આંકડા તમામ ક્ષેત્રોમાં વ્યાપક વિસ્તરણ સૂચવે છે.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code