નવા સીઈઓના આવતા જ ટ્વિટર એક્શન મોડમાંઃ- પર્સનલ ફોટો અને વીડિયોને લઈને લગાવ્યા કેટલાક પ્રતિબંધ
- પરાગ અગ્રવાલ સીઈઓ પદ સંભાળતા જ એક્શન મોડમાં
- પર્સનલ ફોટો-વીડિયોને લઈને પ્રતિબંધ લગાવ્યા
દિલ્હીઃ- વિતેલા દિવસના રોજ ટ્વિટરના નવા સીઈઓનો પદભાર પરાગ અગ્રવાલે સંભાળ્યો છે, તેઓ સીઆઓ બનતાની સાથે જ એક્શન મોડમાં જોવા મળ્યા છે.વિતેલા દિવસને મંગળવારે પર્સનલ ઇન્ફોર્મેશન પ્રોટેક્શન પોલિસીમાં એક નવું અપડેટ કરવામાં આવ્યું છે જેથી કરીને અન્ય કોઇને તેમની સંમતિ વિના વ્યક્તિઓના પર્સનલ ફોટા અથવા વિડિયો શેર કરવાની મંજૂરી નહી મળી શકે.
આ બાબતને લઈને કંપનીએ એક બ્લોગ પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે કંપની હવે ખાનગી ચૂચના નિતીના દાયરાનો વિસ્તાર કરી રહી છે,જેમાં પર્સનલ મીડિયામાં ફોટા અને વિડિયોનો સમાવેશ કરવામાં આવશે.
આ પહેલા અત્યાર સુધી કોઈપણ યુઝર તેની મંજૂરી વગર અન્ય યુઝર્સના વીડિયો અને ફોટા શરે કરી શકતા હતા. ફોટો અને વિડિયો અંગે કંપની દ્વારા લેવામાં આવેલા નિર્ણયનો હેતુ ઉત્પીડન વિરોધી નીતિઓને વધુ મજબૂત બનાવવા અને મહિલા વપરાશકર્તાઓને સુરક્ષિત રાખવાનો છે.
ટ્વિટરે વધુમાં જણાવ્યું હતું કે, “ઈમેજ અથવા વિડિયો જેવા અંગત મીડિયાને શેર કરવાથી વ્યક્તિની ગોપનીયતાનું સંભવિત રીતે ઉલ્લંઘન થવાની શક્યતાઓ હોય શકે છે અને તેનાથી ભાવનાત્મક અથવા શારીરિક નુકસાન પણ થઈ શકે છે
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા ફર્મે પહેલાથી જ વપરાશકર્તાઓને અન્ય લોકોની વ્યક્તિગત માહિતી જેમ કે તેમનું સરનામું અથવા સ્થાન, ઓળખ દસ્તાવેજો, બિન-જાહેર સંપર્ક માહિતી, નાણાકીય માહિતી અથવા તબીબી ડેટા શેર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
કંપનીએ આ બાબતને લઈને વધુમાં કહ્યું કે “વ્યક્તિગત મીડિયાનો દુરુપયોગ દરેકને અસર કરી શકે છે, પરંતુ તે મહિલાઓ, અસંતુષ્ટો અને લઘુમતી સમુદાયોના સભ્યોને પણ પ્રતિકૂળ અસર કરી શકે છે,”
આ સાથે જ કંપનીએ જણાવ્યું હતું. આનો અર્થ એ નથી કે ફોટો અથવા વિડિયોને ટ્વિટર પર પોસ્ટ કરતા પહેલા તમામ વ્યક્તિઓની સંમતિની જરૂર પડશે, પરંતુ જો કોઈ તેને દૂર કરવાનું પસંદ કરે તો પ્લેટફોર્મ તેના પર પ્રતિબંધ મૂકશે.