- ડિસેમ્બરના પ્રથમ દિવસે જ શેરબજારની સંગીન શરૂઆત
- સેન્સેક્સમાં પ્રારંભિક સેશનમાં 324 પોઇન્ટનો ઉછાળો
- નિફ્ટી પણ 196.50 પોઇન્ટ અપ
નવી દિલ્હી: કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે એટલે બુધવારે શેરબજારની શરૂઆત સંગીન રહી છે. BSE સેન્સેક્સ 1.09 ટકાના ઉછાળા સાથે 57,689.65 પર ખુલ્યો હતો જ્યારે બીજી તરફ NSE, નિફ્ટી 1.16 ટકાના વધારા સાથે 17,179.70 પર ખુલ્યો હતો.
BSE સેન્સેક્સ 624.78 પોઇન્ટના વધારા સાથે ખુલ્યો હતો. બીજી તરફ નિફ્ટી 196.50 પોઇન્ટના વધારા સાથે આગેકૂચ કરી હતી. અગાઉ મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે બજારે પ્રી-ઓપનિંગમાં મજબૂત શરૂઆત કરી છે. સેન્સેક્સ 196.69 અંક એટલે કે 0.34 ટકાના વધારાની સાથે 57261.56ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
ગઇકાલની વાત કરીએ તો નિફ્ટી 71 પોઇન્ટ ઘટીને 16,983 પર બંધ રહ્યો હતો. મિડકેપ 135 પોઇન્ટ ઘટીને 29,651 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ 196 પોઇન્ટના કડાકા સાથે 57,065 પર બંધ થયો હતો. સેન્સેક્સના પ્રમુખ 30 શેર્સમાંથી 16 શેર્સ ઘટ્યા હતા. બીજી તરફ, નિફ્ટીના 50માંથી 29 શેર્સ વેચાયા હતા. નિફ્ટી બેંકના 12માંથી 9 શેર્સમાં વેચવાલી જોવા મળી હતી.