- ભારતની બેન્કિંગ સિસ્ટમને લઇને રિપોર્ટ
- ભારતીય બેંકોની વહીવટી પદ્વતિ નબળી
- તે ઉપરાંત પારદર્શીતા પણ નબળી
નવી દિલ્હી: ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સામે આવેલા ડિફોલ્ટ અને ડિફોલ્ટર્સના કેસ બાદ હવે ભારતની બેન્કિંગ સિસ્ટમ પહેલા કરતા સુધરી છે અને બેંકો ઊંચી બેડ-ડેબ્ટસમાંથી પાઠ શીખી છે તે સાચુ છે પરંતુ તેમની વહીવટી પદ્વતિ તથા પારદર્શીતાનું ધોરણ વૈશ્વિક સ્તરની તુલનાએ હજુ પણ નબળું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કોર્પોરેટ વહીવટમાં સુધારાનો અભાવ વિકાસના આગામી તબક્કામાં નવી બેડ લોન્સ ઊભી કરાવી શકે છે. વહીવટી સુધારા પર આગળ વધવાની આવશ્યકતા છે.
બેન્ક લાયસન્સિંગ માટે રિઝર્વ બેન્ક ધોરણોને સખત તથા સમાન બનાવી રહી છે. ભારતની બેન્કો ફરી નફો કરતી થઈ છે અને તેમની મૂડીની સ્થિતિ મજબૂત બની છે ત્યારે લોન વૃદ્ધિનો નવો તબક્કો શરૂ થશે.
મજબૂત બેલેન્સ શીટસ અને ઊંચી માગને પરિણામે આગામી બે વર્ષમાં વાર્ષિક 10 ટકાથી પણ વધુ પ્રમાણમાં બેન્ક લોન વૃદ્ધિ જોવા મળશે. દેશના આર્થિક વિકાસ દરમાં વૃદ્ધિ સાથે લોનમાં પણ વધારો જોવા મળશે.
ભારતમાં કોવિડના ફરી પ્રસારની સ્થિતિને બાદ કરતા બેંકોને એસેટ ક્વોલિટીમાં સુધારો સંભવ છે. MS & P દ્વારા એક નિવેદનમાં આ માહિતી અપાઇ છે.
રિટેલ ક્રેડિટમાં ઉપાડને કારણે લોન વૃદ્ધિ જોવા મળશે. ભારતીય બેન્કોમાં રિટેલ ધિરાણનું પ્રમાણ હજુ ઘણું નીચું છે. ભારતના નબળા કોર્પોરેટ વહીવટને ધ્યાનમાં રાખતા તેમને બેન્ક ખોલવા અપાશે કે કેમ તે બાબત અમે સંશયી છીએ. રેટિંગ એજન્સીએ તેવું જણાવ્યુ હતું.