- રિટેલ ફુગાવા પર રિઝર્વ બેંકની છે સતત નજર
- રિટેલ ફુગાવામાં વધારાથી RBI નાણા નીતિને વધુ સખત બનાવશે
- ગોલ્ડમેન સાશના આ એક અર્થશાસ્ત્રીએ આ જાણકારી આપી
નવી દિલ્હી: તાજેતરના આંકડા પ્રમાણે રિટેલ ફુગાવામાં વધારો મળ્યો છે ત્યારે હવે તેને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા આગામી નાણાકીય વર્ષથી નાણાં નીતિને સખત બનાવવાનું શરૂ કરે તેવી સંભાવના છે. ફૂગાવાની સ્થિતિ કેવી રહે છે તેના પર RBI આગામી એક્શન લેશે. ગોલ્ડમેન સાશના આ એક અર્થશાસ્ત્રીએ આ જાણકારી આપી છે.
કાચા માલના ખર્ચમાં વધારો થયો છે, ભાવ ઊંચકાયા છે. હવે માલના ભાવમાં વધારાને કારણે તેનો બોજ ઉત્પાદકો પર પડી રહ્યો છે અને હવે તેને હળવો કરવા માટે ઉત્પાદકો ઉપભોક્તાઓ પર આ બોજ નાંખે તેવી સંભાવના છે.
કોમોડિટીના ઊંચા ભાવ તેમજ પૂરવઠા બાજુ પણ ખેંચ જોવા મળી રહી છે જેને કારણે કાચા માલના ખર્ચમાં વધારો થયો છે. ઉત્પાદકો તેમના માર્જિન પર દબાઇ જોઇ રહ્યા છે. આને કારણે કંપનીઓ ભાવ વધારી રહી છે અને તેને કારણે તેની પ્રત્યક્ષ અસર ફુગાવા પર જોવા મળી રહી છે.
વર્ષ 2022નો અંદાજ અનુસાર RBI રેપો રેટમાં 75 બેઝિસ પોઇન્ટનો વધારો કરે તેવી સંભાવના છે. જો કે પહેલા લિક્વિડિટીને સખત બનાવવાના પગલાં હાથ ધરાશે. આગામી વર્ષે ફુગાવો 5.80 ટકા રહેવાનો અંદાજ છે.
નોંધનીય છે કે આગામી સપ્તાહ દરમિયાન RBIની મોનેટરી પોલિસીની બેઠક યોજાવા જઇ રહી છે ત્યાર રિઝર્વ બેંક રેપો રેટ જાળવી રાખશે તેવી આશા સેવાઇ રહી છે.