કચ્છ રણોત્સવમાં કોરોનાના ભય લીધે વિદેશી પ્રવાસીઓ ન આવ્યા, દેશના પ્રવાસીઓ ધસારો વધ્યો
ભૂજઃ કચ્છ રણોત્સવનો દબદબાભેર પ્રારંભ થઈ ગયો છે. કોરોનાના કેસમાં નોંઘપાત્ર ઘટાડો થતા આ વર્ષે વિદેશી પ્રવાસીઓ મોટા પ્રમાણમાં આવશે તેમ લાગતું હતું પણ દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વાઈરસ ઓમિક્રોને દેખા દેતા વિદેશના પ્રવાસીઓ હવે પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. દર વર્ષ હજારોની સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે રણોત્સવમાં વિદેશી પ્રવાસીઓએ બુકીંગ કરાવ્યું નથી. પરંતુ ડોમેસ્ટિક પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. એટલે કે, દેશના વિવિધ રાજ્યામાંથી પ્રવાસીઓ કચ્છ રમોત્સવના મહેમાન બની રહ્યા છે.
“કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા” એટલે દેશ વિદેશના લોકો રણોત્સવમાં આવે છે. ચાલુ વર્ષ રણોત્સવ ચાલુ થઈ ગયો છે. પરંતુ ચાલુ વર્ષે વિદેશી મહેમાનો આવ્યા નથી અને વિદેશી આવતા પ્રવાસીઓનું બુકીંગ પણ નથી. જેનું એક કારણ છે કે રેગ્યુલર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ થઈ નથી. બીજું કારણ છે હવે નવો કોરોનાના વેરિયન્ટ ઓમિક્રોન આવ્યો છે. જેના કારણે રણોત્સવમાં વિદેશી પ્રવાસીઓ આવ્યા નથી. જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 70 ટકા કરતા વધુ ડોમેસ્ટિક પ્રવાસી વધ્યાંનું ટ્રાવેલ્સર્સનું માનવું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દર વર્ષે રણોત્સવમાં 5 થી 6 લાખ પ્રવાસીઓ સફેદ રણ અને કચ્છની સાંસ્કૃતિ જોવા આવતા હોય છે. અને 5 થી 6 લાખ પ્રવાસીઓમાંથી 28 થી 30 ટકા વિદેશી પ્રવાસીઓ આવે છે. પરંતુ ચાલુ વર્ષે રણોત્સવમાં વિદેશી આવતા પ્રવાસીઓનું હજુ સુધી કોઈ બુકીંગ થયું નથી. જેની સામે રણોત્સવ. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કાશ્મીરમાં ડોમેસ્ટિક મુસાફરોનો ઘસારો વધ્યાંનું માનવામાં આવી રહ્યું છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વિદેશી પ્રવાસીઓ રણોત્સવ જોવા નહિ મળે.પરંતુ ડોમેસ્ટિક પ્રવાસીઓનું બુકીંગ વધી રહ્યું છે. 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર ડિસેમ્બર ફૂલ બુકીંગ છે. તમામ ટેન્ટ બુક થઈ ગયા છે.મહારાષ્ટ્ર કર્ણાટક, દિલ્હી પ્રવાસીઓ રણોત્સવ માટે બુકીંગ કરાવ્યું છે.જો કે ટુર ઓપરેટરોને આશા હતી કે પ્રવાસન ખુલતા દેશ વિદેશના પ્રવાસીઓની સંખ્યા વધશે. પણ કોરોનાની ગાઈડ લાઈન કારણે વિદેશી પ્રવાસીઓ રણોત્સવ આવવાનું મોકૂફ રાખી રહ્યા છે. જેથી આ વખતે વિદેશીઓ વગર નો સણોત્સવ જોવા મળી રહ્યો છે. (file photo)