નવા વેરિએન્ટ વચ્ચે પશ્વિમ બંગાળમાં કોરોનાનો કહેરઃ એક જ દિવસમાં 600થી વધુ કેસ નોંધાયા, 10 લોકોએ જીવ ગુમાવ્યા
- પશ્વિમ બંગાળમાંમ કોરોનાનો કહેર
- એક જ દિવસમાં 620 કેસ નોઁધાયા
કોલકાતાઃ- સમગ્ર દેશભરમાં ઓમિક્રોનને લઈને જ્યા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ,ત્યા બીજી તરફ દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસોમાં ઉછારો આવી રહ્યો છે. જેમાં પશ્વિમ બંગાળનો પમ સમાવેશ થાય છે જ્યા એક જ દિવસે નોંધાયેલા કેસે તંત્રની ઊઁધ હરામ કરી છે.
મળતી માહિતી પ્રમાણે વિતેલા દિવસને રવિવારે પશ્ચિમ બંગાળમાં કોરોનાના 620 નવા કેસ નોંધાયા હતા. જે સાથે જ હવે સંક્રમિતોની સંખ્યા વધીને 16 લાખ 19 હજાર 257 થઈ ગઈ છે.જે તેના અગાઉના દિવસની સરખામણીમાં કોવિડનો એક કેસ ઓછો છે.
આ સાથએ જ જો કોરોનાથી થયેલા મૃત્યુની વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળમાં દસ નવા દર્દીઓના મૃત્યુ બાદ કોરોનાવાયરસથી મૃત્યુઆંક વધીને 19 હજાર 544 થઈ ગયો છે. તેમાંથી ચાર ઉત્તર 24 પરગણામાંથી, ત્રણ હુગલીમાં, બે દક્ષિણ 24 પરગના અને એક કોલકાતામાં મૃત્યુ પામ્યા છે.
રાજ્યમાં કોરોનાનો પોઝિટિવ દરની જો વાત કરીે તો તે દર 1.54 ટકા હતો કારણ કે છેલ્લા 24 કલાકમાં 40 હજાર 231 નમૂના પરીક્ષણોમાંથી આ નવા કેસ મળી આવ્યા હતા, જાણવા મળ્યું છે કે કોલકાતામાં સૌથી વધુ 177 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ ઉત્તર 24 પરગણામાં 107 કેસ નોંધાયા છે.
આ સાથે જ જો હવે રાજ્યમાં સક્રીય કેસની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં હવે 7, હજાર 639 સક્રિય કેસ જોવા મળે છે, જે અગાઉના દિવસ કરતા 17 ઓછા છે. શનિવારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 627 લોકો કોરોનામાંથી સાજા થયા છે,
આ સાથે સાજા થયેલા લોકોની કુલ સંખ્યા પણ વધી છે અત્યાર સુધી કુલ 15 લાખ 92 હજાર 074 લોકોએ કોરોનાને માત આપી છે આ સાથએ જ સાજા થવાનો દર અહીં 98.32 ચકા નોંધવામાં આવ્યો છે