- દરરોજ આંખોમાં કાજલ લગાવવું નુકશાનકારક
- તેનાથી થાય છે કેટલીક આડઅસર
- જાણો આ આડઅસરો વિશે
મહિલાઓને સામાન્ય રીતે મેકઅપ કરવાનું પસંદ હોય છે. ઘણી વખત મહિલાઓને છેલ્લી ઘડીએ ક્યાંક જવાનું હોય છે, તો તેઓ મેકઅપના નામે ચોક્કસપણે કાજલ લગાવે છે. ખરેખર, કાજલ મહિલાઓના લુકને ખૂબ જ ખાસ બનાવે છે. એવું કહેવું ખોટું નહીં હોય કે સુંદર આંખો માટે મહિલાઓ કાજલ લગાવવાનું પસંદ કરે છે.આજકાલ બજારમાં વિવિધ પ્રકારની કાજલ ઉપલબ્ધ છે. જેના કારણે મહિલાઓ રોજ આંખોમાં કાજલ લગાવવાનું ક્યારેય ભૂલતી નથી.
શું તમે જાણો છો કે,આંખો પર લગાવવામાં આવતું કાજલ આંખો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.તમારી આંખોને સુંદર દેખાવ આપતી કાજલ આંખોને નુકસાન પહોંચાડી શકે છે.બજારમાં મળતા દરેક કાજલમાં એવા કેમિકલ હોય છે જે આંખોમાં એલર્જી અને સૂકી આંખોનું કારણ બને છે.તો,આવો જાણીએ કાજલના ગેરફાયદા–
કાજલમાં પારો, સીસું અને પેરાબેન્સ જેવા તત્વો જોવા મળે છે, જે આંખોમાં નેત્રસ્તર દાહનું કારણ બની શકે છે. એટલે કે સામાન્ય ભાષામાં તેને આંખ આવવી કહેવાય. જો તમે દરરોજ કાજલ લગાવો છો, તો તેનાથી આંખની એલર્જી, કોર્નિયલ અલ્સર અને ડાઇ આઈસની પરેશાની થઇ શકે છે. આટલું જ નહીં, આંખોની અંદર બળતરા પણ થઈ શકે છે જેને યુવાઇટિસ કહેવાય છે.
સામાન્ય રીતે મહિલાઓ સુંદર આંખો માટે લાઇનર અને કાજલનો ઉપયોગ કરે છે. એવામાં, જો તમે આંખોને સુંદર રાખવા માંગો છો, તો રાત્રે સૂતા પહેલા આંખોમાંથી લાઇનર અને મસ્કરા દૂર કરવું ખૂબ જ જરૂરી છે. તમારે તમારો આંખનો મેકઅપ ક્યારેય કોઈની સાથે શેર ન કરવો જોઈએ.આંખનો મેકઅપ શેર કરવાથી આંખોમાં એલર્જી થઈ શકે છે.એક્સપાયરી ડેટ પછી કોઈપણ આઈ મેકઅપ પ્રોડક્ટનો ઉપયોગ કરશો નહીં.