મહારાષ્ટ્રઃમુંબઈમાં ઓમિક્રોનના નવા બે કેસ નોઁધાયા ,રાજ્યમાં નવા વેરિએન્ટના કુલ 10 કેસ
- મુંબઈમાં ઓમિક્રોનના બે નવા કેસ સામઆવ્યા
- મહારાષ્ટ્રમાં કુલ આંકડો 10 પર પહોંચ્યો
મુંબઈઃ- દેશભરમાં ઓમિક્રોન વાયરસે હાહાકાર મચાવ્યો ઠે,દિવસેને દિવસે દેશમાં આ નવા વેરિએન્ટના કેસો વધી રહ્યા છે મહારાષ્ટ્રમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના બે નવા કેસ મળવાને કારણે ચિંતા વધી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના રિપોર્ટ અનુસાર, ઓમિક્રોન વેરિઅન્ટના વધુ બે કેસ મળી આવ્યા છે. આ સાથે મહારાષ્ટ્રમાં આ વેરિઅન્ટના કુલ કેસ 10 થઈ ગયા છે.
દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પર વિદેશથી આવતા લોકોની સઘન તપાસ અને દેખરેખ પછી પણ ભારતમાં કેસ સતત વધી રહ્યા છે. મળતી માહિતી મુજબ, દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આવેલા 37 વર્ષીય પુરુષને પણ સોમવારે ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયાની પુષ્ટિ કરવામાં આવી હતી જ્યારે તે કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.
આ સાથે જ 25 નવેમ્બરે અમેરિકાથી આવેલા તેમનો જ 36 વર્ષીય મિત્ર પણ ઓમિક્રોન વેરિઅન્ટથી પ્રભાવિત જોવા મળ્યો છે. પરંતુ બંને દર્દીઓમાં કોઈ લક્ષણો નથી. તેમને મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે આ બંને વ્યક્તિઓએ ફાઈઝરની કોવિડ રસી લીધી હતી. પાંચ ઉચ્ચ જોખમ અને 315 ઓછા જોખમવાળા લોકોની ઓળખ કરવામાં આવી છે અને પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રના અન્ય દર્દીઓની પિંપરી-ચિંચવડની જીજામાતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
બીજી તરફ, મહારાષ્ટ્રમાં ઓમિક્રોન પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાતી ‘એસ જીન ડ્રોપ ડિટેક્શન કીટ’નો અભાવ પણ જોવા મળ્યો છે. આ પરીક્ષણ સંશોધકોને એ સમજવામાં મદદ કરે છે કે દર્દીને કયા પ્રકારનું સંક્રમણ લાગી શકે છે. અંતિમ પરિણામ જીનોમ સિક્વન્સિંગમાંથી આવે છે. આવી મશીન એક સાથે 376 સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ કરે છે. તે ટેકનિક જેના દ્વારા જાણી શકાય છે કે કોવિડ દર્દી વાયરસના કયા પ્રકારથી સંક્રમિત છે