WHOના વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, ઓમિક્રોનથી લોકોને સતર્ક અને સલામત રહેવા માટે કહ્યું
- WHOના મુખ્ય વૈજ્ઞાનિકની ચેતવણી
- ઓમિક્રોનથી લોકોને સતર્ક રહેવા કહ્યું
- ડૉ. સૌમ્યા સ્વામિનાથને કરી આ વાત
બેંગ્લોર: થોડા મહિનાની રાહત પછી હવે કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ આવ્યો છે જેનું નામ છે ઓમિક્રોન, આ વેરિયન્ટને લઈને દરેક દેશો સતર્ક થઈ ગયા છે અને કેટલાક દેશોએતો ઓમિક્રોનના કેસ નોંધાયેલા દેશો સાથે ફ્લાઈટ સર્વિસ પણ બંધ કરી છે. હવે આવામાં WHOના વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામિનાથને ચેતવણી આપી છે અને કહ્યું છે કે કોવિડ-19ના ડેલ્ટા વેરિઅન્ટની સરખામણીમાં ઓમિક્રોન વેરિઅન્ટમાં વાયરસના પ્રથમ હુમલાના 90 દિવસ પછી ફરીથી સંક્રમણની સંભાવના ત્રણ ગણી વધી છે.
ડો સ્વામીનાથને જણાવ્યું હતું કે વેરિઅન્ટ પર વાયરસ અને તેના ફેલાવના ડેટા મળવામાં સમય લાગશે, વર્તમાનમાં વૈજ્ઞાનિક જે જાણે છે, તે એ છે કે દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિઅન્ટ છે. ડેલ્ટા વેરિઅન્ટની (Delta Variant) તુલનામાં ઓમિક્રોનમાં સંક્રમણના 90 દિવસ પછી ફરીથી ચેપ ત્રણ ગણો વધુ સામાન્ય છે. Omicron સંક્રમણના ક્લિનિકલ લક્ષણોને સમજવું હજુ આ શરૂઆતનો તબક્કો છે. કેસોમાં વધારો અને હોસ્પિટલમાં દાખલ થવા વચ્ચે અંતર છે. આ રોગ કેટલો ગંભીર છે તે જાણવા અમારે હોસ્પિટલમાં દાખલ થવાના દરનો અભ્યાસ કરવા માટે બે થી ત્રણ અઠવાડિયા રાહ જોવી પડશે.
જાણકારી અનુસાર દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ સ્ટ્રેનથી સાઉથ આફ્રિકામાં બાળકો વધુ સંક્રમિત થઈ રહ્યા છે. દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું છે.
સ્વામીનાથને ધ્યાન દોર્યું કે હાલમાં બાળકો માટે ઘણી રસી ઉપલબ્ધ નથી અને માત્ર થોડા જ દેશોએ બાળકો માટે રસીકરણ શરૂ કર્યું છે અને તેના કારણે બાળકોમાં કેસ વધી શકે છે.