1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મણિનગર પોલીસે સોશ્યલ મીડિયાનો સહારો લઈને ચબરાક ગણાતા રિઢા તસ્કરને પકડી પાડ્યો
મણિનગર પોલીસે સોશ્યલ મીડિયાનો સહારો લઈને ચબરાક ગણાતા રિઢા તસ્કરને પકડી પાડ્યો

મણિનગર પોલીસે સોશ્યલ મીડિયાનો સહારો લઈને ચબરાક ગણાતા રિઢા તસ્કરને પકડી પાડ્યો

0
Social Share

અમદાવાદ :  શહેરના મણિનગર વિસ્તારમાં ઘરફોડચારીના ત્રણ બનાવો બન્યા હતા. આથી પોલીસે સીસીટીવીના આધારે તસ્કરની ઓળખ તો મેળવી લીધી હતી પણ તસ્કર ચબરાક હોવાથી પકડાતો નહતો. આથી પોલીસે તસ્કરની કુટેવ શોધીને સોશ્યલ મીડિયોનો સહારો લઈને તસ્કરને જાળમાં ફસાવીને દબોચી લીધો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના મણિનગર પોલીસની કસ્ટડીમાં રહેલો આરોપી યોગેશ પઢીયાર મુળ પાલનપુરનો વતની છે. પરંતુ અમદાવાદના મણિનગરમાં એક અઠવાડીયામાં 3 જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપી ફરાર થયો હતો. પોલીસે સીસીટીવી ફુટેજની તપાસ કરતા આરોપીના એક્ટિવાનો નંબર અને તેના ઘરનું સરનામુ મળ્યું હતું. પરંતુ આરોપી પાસે 18 જેટલા સીમ કાર્ડ હોવાથી તે નંબર બદલતો રહેતો હતો જેથી લોકેશન પરથી ટ્રેસ થતો ન હતો. સાથે જ અમદાવાદની આલગ અલગ હોટલમાં ખોટા નામના આધારે તે છુપાતો હતો. જેથી ગુનાને અંજામ આપ્યા બાદ પણ પોલીસ તેને શોધી શકતી ન હતી. ઘર અને અન્ય જગ્યાઓ પર પોલીસ ગઈ પણ આરોપી મળ્યો ન હતો.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ આરોપી યોગેશ વિશે પોલીસે વધુ તપાસ કરતા હકીકત સામે આવી કે તે ઈન્સ્ટાગ્રામ થકી મહિલાઓના અને તેની પ્રેમિકાના સંપર્કમાં રહે છે. જેથી પોલીસે આરોપીની પ્રેમિકા જેવા ભળતા નામે એક મહિલાના નામથી ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી યોગેશને શોધવા માટે ટ્રેપ ગોઠવી હતી. જ્યાં યોગેશે આ ઇન્સ્ટાગ્રામ આઈડી પર વાત કરતી પોલીસને મહિલા માની તેની સાથે વાતચીત કરવા લાગ્યો હતો. પછી પોલીસે વાતોમાં ભોળવી તેને મળવા મણિનગર ખાતે બોલાવ્યો અને પોલીસે તેને ઝડપી જ લીધો હતો. આરોપી યોગેશની પૂછપરછ કરતા સામે આવ્યુ કે તેણે મણિનગર વિસ્તારમાં જ 3 ગુના આચર્યા છે. જેની તપાસ માટે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અત્યાર સુધી પોલીસ બાતમીના આધારે કે સર્ચ કરીને કે લોકેશન ટ્રેસ કરીને આરોપી પકડતી હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી કેવી રીતે આરોપી પકડવો તે માસ્ટર પ્લાન પોલીસનો સફળ થયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code