ટ્રેનમાં ટિકીટ વિના મુસાફરી કરતા ખુદાબક્ષો પાસેથી એક વર્ષમાં રૂ. 100 કરોડથી વધુનો દંડ વસુલાયો
દિલ્હીઃ દેશમાં લોકડાઉન બાદ રેલવે વ્યવહાર કેટલાક નિયંત્રણો સાથે શરૂ કરવામાં આવી હતી. દરમિયાન એક વર્ષના સમયગાલામાં ટીકીટ વિના મુસાફરી કરનારા પ્રવાસીઓ અને વેઈટીંગ ટીકીટ ઉપર પ્રવાસ કરનારા હજારો પ્રવાસીઓને ઝડપી લઈને તેમની પાસેથી 100 કરોડથી વધારેનો દંડ વસુલવામાં આવ્યો હતો.
કોરોનાને પગલે વેઈટ લીસ્ટમાં નામ ધરાવતા પ્રવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. તેમ છતા અનેક પ્રવાસીઓ વેઈટીંગ ટીકીટમાં પ્રવાસ કરે છે. બીજી તરફ રેલવે વિભાગ દ્વારા આવા પ્રવાસીઓ તથા ટિકીટ વિના મુસાફરી કરનારા ખુદાબક્ષોની સામે રેલવે વિભાગે લાલ આંખ કરી હતી. આ નાણાકીય વર્ષમાં અત્યા૨ સુધીમાં આવા મુસાફરો પાસેથી રૂ. 100 કરોડથી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે.
નવેમ્બર મહિનામાં દશેરા, દિવાલી અને છઠ્ઠ પુજા દરમિયાન મોટી સંખ્યામાં આવા પ્રવાસીઓ રેલવમાં મુસાફરી કરતા પકડાયાં હતા. દિલ્હી ડિવિઝનમાં નવેમ્બ૨ મહિનામાં આવા પ્રવાસીઓને ઝડપી લઈને તેમની પાસેથી 8.01 રૂ. કરોડનો દંડ વસુલવામાં આવ્યો હતો. જો ટિકીટ વિના મુસાફરી ક૨તી વખતે પકડાય તો મુસાફ૨ને ઓછામાં ઓછા રૂ. 200થી લઈને રૂ. 1000 સુધીનો દંડ અથવા કેદ અથવા બન્ને થઈ શકે છે.
આ સાથે વ્યક્તિએ ટિકિટ રાખ્યા વિના ટ્રેનના શરૂઆતના સ્ટેશનથી સ્થળ સુધી અથવા જયાં સુધી આગળ મુસાફરી ક૨વાની છે ત્યાં સુધીનું ભાડુ ચુક્વવું પડશે. ઉત૨ રેલવેના જન૨લ મેનેજ૨ આશુતોષ ગંગલે જણાવ્યું હતું કે ટિકીટ વિના મુસાફરી ક૨તા મુસાફરો સામે સઘન તપાસ ક૨વામાં આવી હતી.