- આમળા અને હરદળથી ફેશ પર લાવો નિખાર
- આ બન્નેના મિશ્રણમાંથી બનાવો ફેસ પેક
- જે તમારીરુસ્ક ત્વચાને બનાવશે કોમળ
શિયાળામાં આપણી ત્વચા ખૂબ જ રુસ્ક બરછટ અને પ્રોટિન વિનાની થઈ જતી હોય છે, આપણે ત્વચા પર નિખાર લાવવા અને ત્વચાને નરમ કોમળ બનાવવા માટે મોધા પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ, આપણે વેસેલિન કે બોડીલોશન દ્વારા આપણે ટાઈમ પરવારી તેમાંથી છૂકારો મળેવી લેતા હોઈએ છીએ, જો કે આ માટે આજે નેચરલ વસ્તુઓ ના ઉપયોગથી આપણે ત્વચાને કોમળ બનાવાના પ્રયત્ન કરીશું.
આમળા અને હરદળ સ્કિન માટે બેસ્ટ ઓપ્શન છે,કારણ કે આમળા વિટામિન સીથી ભરપૂર હોય છે. વિટામિન સી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. વિટામિન સી એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે. વિટામિન સી લગાવવાથીત્વચા પર રોનક આવે ત્વચા ચમકદાર બને છે, સાથે જ ત્વચા પરના ડાઘ પણ ઓછા થાય છે, આ સિવાય આમળાના ઉપયોગથી ત્વચાની અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે.જ્યારે હળદર ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પણ એન્ટિઓક્ડન્ટ ગુણોથી ભરપુર હોય છે
આમળા અને હળદરનો ફેસ પેક બનાવાની રીત
કાચા આમળામાંથી થળીયા કાઠીલો, ત્યાર બાદ તેને ક્રશ કરીલો તેમાં હરદળ નાખીને તેની પેસ્ટ બનાવી લો,ત્યાર બાદ તેમાં ગુલાબ જળ એડ કરીલો તૈયાર છે આ પેસ્ટ તમારા ચહેરા પર ઘણો ફાયદો કરશે
આમળા હરદળની પેસ્ટનો આ રીતે કરો ઉપયોગ
આ પેસ્ટને ચહેરા પર લગાવીને રહેવા દો ત્યાર બાદ 10 મિનિટ પછી ફેશ વોશકરીલો ,તમારી સ્કિન ગ્લો કરશે અને ફઆટેલી સ્કિનને પુરતુ પ્રોટિન મળશે સાથે સાથે આ પેસ્ટમાં હરદળ હોવાથઈ ત્વચા ખૂબજ ગ્લો પણ કરશે, આ સહીત આમળાની પેસ્ટ હોવાથી તે ત્વચાને નરમ અને મુલાયમ પણ બનાવશે.
આ સાથે જ આ પેસ્ટને જો લગાવીને રહેવા ન દેવી હોય તો તેનાથી તમે મસાજ કરી શકો છો,મસાજ કરવાથી ચહેરાનો ડસ્ટ દૂર થાય છે,પિમ્પલ્સ અને બ્લેકહેડ્સને ચહેરાથી દૂર કરી શકાય છે.
આ સાથે જ હાથની કોણી, પગની કોણી ગરદન જેવી જગ્યાઓ કે જે જાર્ક હોય છે તેના પર આ પેસ્ટથી મસાદ કરવાથી કાળાશદૂર થાય છે.અને સ્કિન સ્મૂથ બને છે,આ પેસ્ટનો ઉપયોગ શરીરના કોઈ પણ ભાગમાંથી કાળાશ દૂર કરવા માટે પણ કરી શકો છો.