રાષ્ટ્ર યોદ્વા CDS જનરલ બિપિન રાવતનો નશ્વર દેહ પંચમહાભૂતોમાં વિલિન, પુત્રીએ મુખાગ્નિ આપ્યો, 17 તોપોની સલામી આપવામાં આવી
- બ્રિગેડિયર લિડ્ડરને અંતિમ વિદાય
- રક્ષા મંત્રી રાજનાથ સિંહ, NSA અજીત ડોભાલે આપી શ્રદ્વાંજલિ
- ત્રણે સેનાના વડાએ આપી શ્રદ્વાંજલિ
નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમા થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમના પત્નિ સહિત 12 સૈન્યકર્મીઓના મોત થયા હતા. આજે તેઓના અંતિમ સંસ્કાર થયા હતા. રાષ્ટ્ર યોદ્વા CDS જનરલ બિપિન રાવતને 17 તોપોની સલામી આપવામાં આવી હતી.
LIVE UPDATES:
CDS જનરલ બિપિન રાવતનો નશ્વર દેહ પંચમહાભૂતોમાં વિલિન થયો.
CDS બિપિન રાવતને તેમની બંને દીકરીઓએ અગ્નિદાહ આપ્યો.
CDS બિપિન રાવતને 17 તોપોની સલામી આપવામાં આવી.
CDS જનરલ બિપિન રાવતની અંતિમ ઝલક માટે મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર એકઠા થયા છે. દરેક વ્યક્તિ ભારત માતા કી જય અને વંદે માતરમ બોલી રહ્યા છે.
અંતે CDS બિપિન રાવતના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે લઇ જવાઇ રહ્યો છે. દિલ્હી કેન્ટોન્મેન્ટના બ્રાર સ્કેવર સ્મશાનગૃહ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમને 17 તોપની સલામી આપવામાં આવશે. અંતિમ સંસ્કાર સમયે ત્રણે સેનાના બ્યુગલ વાગશે. સૈન્ય બેન્ડ શોક ગીત વગાડશે. અંતિમ સંસ્કાર વખતે 800 જવાનો હાજર રહેશે. અંતિમ યાત્રાના 99 સૈન્ય કર્મી એસ્કોર્ટ કરશે.
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીમાં CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી હતી.
બીજેપી નેતા રવિશંકર પ્રસાદે જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને તેમના નિવાસસ્થાન પર શ્રદ્ધાંજલિ આપી છે. જેમણે તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે.
બિપિન રાવતના નિવાસસ્થાને જઇને ગૃહ મંત્રી અમિત શાહે શ્રદ્વાંજલિ આપી છે. અમિત શાહે શબ્દાંજલિ આપી હતી કે, જનરલ રાવત બહાદુરી અને હિંમતના પ્રતિક હતા. તેને આટલી વહેલી તકે ગુમાવવું ખૂબ જ કમનસીબ હતું. માતૃભૂમિ પ્રત્યેની તેમની પ્રતિબદ્વતા હંમેશા આપણી યાદોમાં રહેશે.
With a heavy heart paid my last respects to Gen Bipin Rawat Ji and Mrs Madhulika Rawat Ji.
Gen Rawat was the epitome of bravery and courage. It was very unfortunate to lose him so early. His commitment towards the motherland will forever remain in our memories. pic.twitter.com/RvlXP8L1tg
— Amit Shah (@AmitShah) December 10, 2021
CDS જનરલ બિપિન રાવત, તેમના પત્નિ અને અન્ય 12 સૈન્યકર્મીઓના પાર્થિવ દેહને વિમાન દ્વારા દિલ્હીના પાલમ એરપોર્ટ લવાયા છે. અહીંયા પીએમ મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, NSA અજીત ડોભાલે પહોંચીને તેમને શ્રદ્વાંજલિ અર્પિત કરી હતી. આજે તમામ શહીદોના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
બ્રિગેડિયર એલએસ લિડ્ડરના પાર્થિવ દેહને બેસ હોસ્પિટલથી દિલ્હી કેન્ટના બ્રાર સ્ક્વાયરમાં લવાયો હતો. જ્યાં તેમને અંતિમ વિદાઈ આપવામાં આવી છે.
બીજી તરફ રક્ષા મંત્રી રાજનાથ સિંહ, NSA અજીત ડોભાલ, આર્મી ચીફ એમ એમ નરવણે, નેવી ચીફ હરિ કુમાર અને વાયુસેના પ્રમુખ વી આર ચૌધરીએ તેઓને શ્રદ્વાંજલિ આપી હતી.
વાયુસેનાના હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં દેહાંત પામનાર CDS જનરલ બિપિન રાવત, તેમના પત્નીના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા શુક્રવારે સવારે 11 થી 12.30 વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહને સામાન્ય લોકોના અંતિમ દર્શન માટે તેમના 3 કામરાજ માર્ગ સ્થિત નિવાસસ્થાને રાખવામાં આવશે. બપોરે 12:30 થી 1:30 વચ્ચેનો સમય લશ્કરી જવાનો માટે બિપિન રાવત અને તેમની પત્નિને શ્રદ્વાંજલિ આપવાનો રહેશે. જનરલ રાવતની અંતિમ યાત્રા બપોરે લગભગ 2 વાગ્યે તેમના નિવાસસ્થાનથી બેરાર સ્કવેર સ્મશાનગૃહ સુધી શરૂ થશે. સાંજે 4 વાગ્યે અંતિમ સંસ્કાર થશે.
મહત્વનું છે કે, હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અન્ય શહીદ જવાનોમાં લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિહં, સ્ક્વોડ્રન લીડર કે સિંહ, જેડબલ્યુઓ દાસ, જેડબલ્યુઓ પ્રદીપ એ, હવાલદાર સતપાલ, નાઇક ગુરુસેવક સિંહ, નાઇક જીતેન્દ્ર કુમાર, લાન્સ નાઇક વિવેક કુમાર અને લાન્સ નાઇક સાઇ તેજાનો સમાવેશ થાય છે.