રાજકોટમાં વેરા વિભાગે 106 કરદાતા પાસેથી રૂ.35 લાખની બાકી વેરાની વસૂલાત કરી
- મ.ન.પા. દ્વારા દર અઠવાડિયે ‘વન વિક વન રોડ’ ઝુંબેશ
- સેન્ટ્રલ ઝોનના ત્રણ વોર્ડમાં કામગીરી કરવામાં આવી
- 106 કરદાતાઓ પાસેથી ૩૫ લાખની બાકી વેરા વસુલાત કરી
રાજકોટ: શહેરમાં મનપા દ્વારા દર અઠવાડિયે વન વીક વન રોડ ઝુંબેશ હેઠળ આજે સેન્ટ્રલ ઝોનના ત્રણ વોર્ડમાં કામગીરી હાથ ધરી હતી. જે અંતર્ગત વેરા વિભાગે 106 કરદાતાઓ પાસેથી કુલ 35 લાખની બાકી વેરા વસૂલાત કરી હતી. વેરા – વસુલાત શાખા દ્વારા વન વીક , વન રોડ અંતર્ગત વોર્ડ નં. 7, 14 અને 17માં વૃન્દા આર્કેડ, સદગુરૂ કોમ્પલેકસ , નવકાર કોમ્પલેકસ , ગોકુલ ચેમ્બર, લાભ ચેમ્બર, પારેખ ચેમ્બર સહિતકુલ 71 મિલ્કતો પાસેથી કુલ રૂ.34 લાખ 14 હજાર રૂપિયાના મિલ્કત વેરાની વસુલાત કરવામાં આવી છે.
તેમજ કુલ 113 મિલ્કતોને રિકિવઝેશન નોટીસ આપવામાં આવેલ છે. વિશેષમાં કુલ ૩૫ આસામીઓ પાસેથી કુલ રૂ. 1 લાખ 1 હજારની વ્યવસાય વેરાની વસુલાત કરવામાં આવી હતી, જયારે વ્યવસાય વેરા માટે કુલ 135 આસામીઓને સુનવણી નોટીસ આપવામાં આવેલ છે . આમ, કુલ 106 આસામીઓ પાસેથી કુલ 35 લાખ 15 હજાર રૂપિયાના વેરાની વસુલાત કરવામાં આવી છે.