યુએસના અથતંત્રમાં રિકવરીના સંકેત, જોબલેસ ક્લેઇમની સંખ્યા ઘટીને 52 વર્ષની નીચલી સપાટીએ
- યુએસ જોબલેસ ક્લેઇમની સંખ્યા ઘટીને બાવન વર્ષની નીચલી સપાટીએ
- તો જોબલેસ ક્લેઇમની સંખ્યા 43,000 સુધી ઘટીને 1,84,000 થઇ
- અમેરિકા લેબર ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું
નવી દિલ્હી: કોવિડના રોગચાળાની ઝપેટમાંથી અમેરિકાનું જોબ માર્કેટ ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. યુએસ જોબલેસ ક્લેઇમસની સંખ્યા ઘટીને છેલ્લા 52 વર્ષની નીચલી સપાટીએ આવી ગઇ છે.
ગત સપ્તાહની વાત કરીએ તો જોબલેસ ક્લેઇમની સંખ્યા 43,000થી ઘટીને 1,84,000 થઇ ગઇ છે જે સપ્ટેમ્બર, 1969 પછીની સૌથી ઓછી સંખ્યા છે તેમ અમેરિકા લેબર ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું છે.
૨૭ નવેમ્બરે પૂર્ણ થતા સપ્તાહમાં બેકારીના લાભો મેળવનારા અમેરિકનોની સંખ્યા ઘટીને ૨ લાખથી ઓછી થઇ ગઇ છે. ચાલુ વર્ષે જાન્યુઆરીની શરૃઆતમાં જોબલેસ ક્લેઇમની સંખ્યા ૯ લાખની સપાટીએ પહોંચી ગઇ છે.
ગત વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં કંપનીઓએ 2.24 કરોડ નોકરીઓ નાબૂદ કરી હતી. મોટા પ્રમાણમાં સરકારી સહાય અને વેક્સિનેશનને પગલે અમેરિકાનું અર્થતંત્ર ફરીથી પાટા પર આવ્યું છે.
અર્થતંત્રમાં રિકવરીને પગલે અમેરિકાના નાગરિકોના વિશ્વાસમાં વધારો થયો છે અને તેઓ વધુ ખરીદી કરતા થયા છે. ગયા વર્ષના એપ્રિલ મહિનાની સરખામણીમાં અમેરિકામાં 1.85 કરોડ નોકરીઓનું સર્જન થયું છે.
જો કે, ફેબ્રુઆરી, 2020ની તુલનામાં હજુ પણ 39 લાખ નોકરીઓ ઓછી છે. નવેમ્બરમાં બેકારીનો દર ઘટીને 4.2 ટકા થયો છે.