નૃત્ય માત્ર મનોરંજનનું સાધન નથી,તેનાથી સ્વાસ્થ્યને પણ થાય છે ઘણા ફાયદા
- નૃત્ય માત્ર મનોરંજનનું સાધન નથી
- સ્વાસ્થ્યને પણ થાય છે ઘણા ફાયદા
- અનેક રોગોને કરે છે ચપટીભરમાં દૂર
જ્યારે પણ કોઈ પાર્ટી હોય, કોઈ ખુશીનો પ્રસંગ હોય કે કોઈ ફેમિલી ફંક્શન હોય ત્યારે આપણે ખૂબ જ ખુશીથી ડાન્સ કરીએ છીએ.પરંતુ નૃત્ય માત્ર તમારા મનોરંજનનું સાધન નથી, પરંતુ તે એક મહાન કસરત છે. તેનાથી તમારા શરીર અને મન બંનેને ઘણા ફાયદા થાય છે.
નિષ્ણાતોના મતે, અડધો કલાક ડાન્સ કરવાથી 10,000 પગલાં ચાલવા જેટલી કેલરી બર્ન થઈ શકે છે. નૃત્ય દ્વારા શરીરના લગભગ દરેક અંગને કસરત મળે છે. તો, તે મગજ માટે ઉપચાર તરીકે કામ કરે છે. તે મૂડ સુધારે છે, તણાવ દૂર કરે છે અને મનને શાંત કરે છે. તો અહીં જાણો ડાન્સના તમામ ફાયદાઓ વિશે.
વજનમાં કરે છે ઘટાડો
જો તમે વજન ઓછું કરવા ઈચ્છો છો અથવા તમારા શરીરને સુડોળ અને ફિટ બનાવવા માંગો છો તો આ માટે ડાન્સ શ્રેષ્ઠ માધ્યમ છે. ડાન્સ તમારી કેલરી ઝડપથી બર્ન કરે છે અને તમારા શરીરને ટોન કરીને તમારા ફિગરને સુધારે છે.
સ્નાયુઓ મજબૂત બને છે
નૃત્ય તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે અને શરીરમાં લચીલાપન લાવે છે. જેના કારણે શરીરના કોઈપણ ભાગમાં જકડાઈ જવાની સમસ્યા રહેતી નથી.
બીપીની સમસ્યા પણ થાય છે દૂર
હાઈ બીપી માટે તણાવ જવાબદાર માનવામાં આવે છે. પરંતુ ડાન્સ તમારા તણાવને દૂર કરે છે,એવામાં હાઈ બીપીની સમસ્યાથી બચી શકાય છે. સાથે જ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે.