મિઝોરમમાં ભૂકંપના આચંકા અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.7 નોંધાઈ
- મિઝોરમમાં ભુકંપના આચંકા
- તીવ્રતા 3.7 નોંધવામાં આવી
દિલ્હીઃ- દેશના મોટા ભાગના વિસ્તારોમાં અવારનવરા ભૂકંપ આવવાની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે ત્યારે વિતેલી મોડી રાતે મિઝોરમમાં પણ ભૂકંપના આચંકા ફરી અનુભવાયા છે, ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી મિઝોરમમાં ઘણી વખત ભુંર આવી ચૂક્યો છે.
મળતી માહિતી પ્રમાણે મિઝોરમના આઈઝોલમાં શુક્રવારની મોડી રાત્રે અટેલે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના આધારે આ આચંકાઓ રાત્રે 12 લાગ્યેને 49 કપલાકે આવ્યા હોવાનું કહેવાય રહ્યું છે.
જો કે રાતનો સમય હોવાથી મોટા ભઆગના લોકોને આની જાણ થી નહોતી,સામાન્ય આચંકાઓ હોવાથી કોી જામહાની કે માલને નુકશાન થવા પામ્યું નથી.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે.
ભૂકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોનું અથડામણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ કોઈ જગ્યાએએક બીજા સાથે અથડાય છે, ત્યારે ફોલ્ટ લાઇન ઝોન હોય છે અને સપાટીના ખૂણાઓ વળી જાય છે. સપાટીના ખૂણાઓને વળી જવાને કારણે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. આ પ્લેટો તૂટવાથી અંદરની ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે ધરતી ધ્રુજે છે અને આપણે તેને ભૂકંપ માનીએ છીએ.