કોરોના અપડેટઃ- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 હજાર 992 કેસ નોંધાયા, સક્રિય કેસોની સંખ્યા ઘટી
- કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો
- છેલ્લા 24 કલાકમાં 7 હરાજ 992 કેસ આવ્યા
દિલ્હીઃ-દેશભરમાં જ્યા કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનું જોખમ વર્તાઈ રહ્યું છે ત્યા બીજી તરફ કોરોનાના ભારતમાં કોરોનાવાયરસના સક્રિય કેસોની સંખ્યા છેલ્લા 559 દિવસમાં સૌથી ઓછી નોંધાયેલી છે.
આ સાથે જ દેશમાં હાલમાં કોરોનાના સ્ક્રિય કેસ એક લાખથી પણ ઓછા છે ,સક્રિય કેસોની સંખ્યા 93 હજાર 277 જોવા મળે છે. સક્રિય કેસો કુલ કેસના 1 ટકાથી ઓછા જોઈ શકાય છે, 0.27 ટકા છે, જે માર્ચ મહિનાની સરખામણીમાં 2020 પછીનો સૌથી ઓછી સંખ્યા છે.
જો દેશમાં એક દિવસમાં નોંધાયેલા કેસની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 7 હજાર 992 નવા કેસ નોંધાયા છે. રિકવરી રેટ વિશે વાત કરીએ તો, તે માર્ચ 2020 પછી સૌથી વધુ વધુ સારો 98.36 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 9,265 લોકોએ કોરોના વાયરસને માત આપી છે, આ સાથે કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3 કરોડ 41 લાખ 14 હજાર331 થઈ ગઈ છે.