- લોટમાં છુપાયેલું છે સુંદરતાનું રહસ્ય
- જાણો તેનો ઉપયોગ કરવાની રીત
- ચહેરાની ચમકમાં કરશે વધારો
શિયાળા દરમિયાન ત્વચાની જાળવણી એ એક મોટો પડકાર છે કારણ કે આ ઋતુમાં ત્વચામાં ડ્રાયનેસ ખૂબ વધી જાય છે. આમાં અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. ત્વચા નિસ્તેજ દેખાય છે. એવામાં ત્વચાની યોગ્ય કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. માર્કેટમાં બ્યુટી પ્રોડક્ટ્સ મોંઘી જોવા મળે છે, સાથે જ તેની અસર પણ જલ્દી જતી રહે છે.
જો તમને પણ આવી સમસ્યા છે તો ચિંતા કરવાની જરૂર નથી. તેનો ઈલાજ તમારા રસોડામાં જ હાજર છે. જે લોટનો તમે શિયાળામાં રોટલી ખાઈને તમારું સ્વાસ્થ્ય બનાવો છો, એ જ લોટ તમારી ત્વચાને પણ સારી બનાવી શકે છે.તો અહીં જાણો ત્વચા પર તેનો ઉપયોગ કેવી રીતે કરવો.
મકાઈનો લોટ : ત્વચાની ડ્રાયનેસ અને પિમ્પલ્સની સમસ્યાને દૂર કરવા માટે મકાઈનો લોટ ખૂબ જ સારો માનવામાં આવે છે. તેમાં રહેલું પ્રોટીન ત્વચામાં કોલેજન વધારવામાં મદદ કરે છે. શિયાળામાં એક ચમચી મકાઈના લોટમાં એક ચમચી કાચું દૂધ અને એક ચમચી મધ મિક્સ કરીને પેસ્ટ બનાવો.આ પેસ્ટને ચહેરા પર 10 મિનિટ સુધી લગાવો અને ત્યાર બાદ ચહેરો ધોઈ લો.તેની ખૂબ જ સારી અસર ચહેરા પર જોવા મળે છે.
જુવારનો લોટ :તેનો ઉપયોગ ફેસ સ્ક્રબની જેમ જ કરી શકાય છે. તેનાથી તમારા ચહેરા પરથી ડેડ સ્કિન દૂર થશે અને ત્વચા પર ગ્લો જોવા મળશે. સ્ક્રબિંગ માટે, એક ચમચી બાજરીના લોટમાં એક ચમચી કાચું દૂધ ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 10 મિનિટ સુધી રાખો. ત્યાર બાદ ચહેરો સાફ કરી લો. અઠવાડિયામાં બે વાર આમ કરવાથી ત્વચાની ચમક જળવાઈ રહેશે.
બાજરીનો લોટ: બાજરીનો લોટ ચહેરા પર ચુસ્તતા લાવે છે. તે તમારી કરચલીઓની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ છે. તમારી ત્વચામાંથી ટેનિંગ પણ દૂર કરે છે. આ માટે એક ચમચી બાજરીનો લોટ, એક ચમચી કાચું દૂધ અને એક ચમચી ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવો. જ્યારે સુકાઈ જાય, ત્યારે ચહેરા પર પાણીનો છંટકાવ કરો.
ઘઉંનો લોટ :તમે ઘઉંના લોટનો ઉપયોગ માત્ર તમારા ચહેરા માટે જ નહીં પરંતુ આખા શરીરના રંગને જાળવી રાખવા માટે પણ કરી શકો છો. તેના માટે એક ચોથા કપ ગુલાબજળમાં બે ચમચી ઘઉંનો લોટ આખી રાત પલાળી રાખો.આ મિશ્રણને સવારે ચહેરા પર લગાવો અને 10 મિનિટ માટે રહેવા દો.ત્યારબાદ ચહેરો સાફ કરી લો. તે ડેડ ત્વચાને દૂર કરે છે અને ત્વચાને ચમક આપે છે.