- શિયાળામાં બનાવો બાજરીની ખિચડી
- ખૂબજ જલ્દી બની પણ જશે અને ખાવામામં પણ હશે હેલ્ધી
શિયાળાની સિઝનમાં હલ્કો અને હેલ્ધી ખોરાક શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે ત્યારે આજે આપણે એવા જ કોઈ ખોરાક વિશે વાત કરીશું, વજન ઘટાડવા માટે બાજરી ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેની સાથે અઠવાડિયામાં બે વાર ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. બાજરી પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ફાઈબર અને આયર્ન જેવા પોષક તત્વોથી ભરપૂર છે. બાજરી ગ્લુટેન ફ્રી છે, જે શરીર માટે ફાયદાકારક છે. બાજરી રોટલી સિવાય તમે ભોજનમાં બાજરીની ખીચડી પણ સામેલ કરી શકો છો.
બાજરીની ખીચડી બનાવાની રીત
- બાજરી ખીચડી બનાવવા માટેની સામગ્રી:
- બાજરી – 1 કપ
- ગાજર – અડઘો કપ (જીણું સમારેલું)
- લીલા વટાણા – 1 કપ
- લીલી મગદાળ- અડધો કપ
- ડુંગળી – 1 નંગ સમારેલી
- જરુર પ્રમાણે – હરદળ
- જરુર પ્રમાણે – મીઠું
- 1 ચમચી – જીરુ
- 1 ચમચી – લાલ મરચું
- 2 નંગ લીલા મકચા કતરેલા
- 1 ચમચી તેલ – 1 ચમચી
મગની દાળને અને બાજરીને ધોઈને એક કલાક માટે પાણીમાં પલાળી રાખો. એક પ્રેશર કૂકર લો અને તેમાં એક ચમચી તેલ ઉમેરો. આ પછી તેમાં એક ચમચી જીરું ઉમેરો. સમારેલી ડુંગળી ઉમેરો અને ધીમી આંચ પરસાતંળી લો.
હવે ડુંગળી લાઈટ બ્રાઉન થાય એટલે તેમાં ગાજર , લીલા મરચા,લીલા વટાણા ઉમેરો. સારી રીતે સાતંળી લો.
વટાણા ગાજર પાકી જાય એટલે તેમાં મગની દાળ અને બાજરી સાથે 2 ગ્લાસ પાણી નાખો હવે તેને ઉકાળો.
થોડી વાર પછઈ તેમાં હવે મીઠું, લાલ મરચું અને હળદર પાવડર ઉમેરો. ખીચડી જેવી થોડી પાકી જાય અટલે તેમાં થોડું વધુ પાણી ઉમેરો. હવે પ્રેશર કૂકરનું ઢાંકણ ઢાંકી દો. પ્રેશર કૂકરને ત્રણથી ચાર સીટી થવા દો. 10 મિનિટ માટે ઠંડુ થવા દો. ગરમાગરમ ખીચડીને દહીં સાથે સર્વ કરો.