હવે દેશના 7 રાજ્યોમાં ઓમિક્રોન ફેલાયોઃ આજરોજ આંઘ્રપ્રદેશ,ચંદીગઢ,કર્ણાટક અને મહારાષ્ટ્રમાં નવા કેસ
- હવે દેશના 7 રાજ્યોમાં ઓમિક્રોનનો ભય
- આંઘ્રપ્રદેશ,ચંદીગઢ,કર્ણાટક અને મહારાષ્ટ્રમાં આજે નવા કેસ આવ્યા
દિલ્હીઃ- વિશ્વમાં ઓમિક્રોન વેરિેન્ટનો કહેર ફેલાયો છે ત્યારે કોરોનાનું નવું ઓમિક્રોન વેરિઅન્ટ ભારતમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં આ પ્રકાર દેશના આઠ રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં 17 લોકોમાં આ સંક્રમણની પુષ્ટિ થઈ છે. જે બાદ રાજસ્થાનમાં 9 લોકો તેની ઝપેટમાં આવ્યા છે.
આજ રોજ રવિવારે વધુ ચાર ઓમિક્રોનના દર્દીઓ મળી આવ્યા હતા. આ દર્દીઓમાં ચંદીગઢ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં જોવા મળ્યા હતા. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં 37 લોકો ઓમિક્રોન વેરિઅન્ટનો શિકાર થઈ ચૂક્યા છે.
દેશમાં નોંધાયેલા નવા કેસોમાં ચાર નવા કેસોમાંથી પ્રથમ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં જોવા મળ્યો હતો. જે દર્દીમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે, તે તાજેતરમાં આયર્લેન્ડથી મુંબઈ થઈને અહીં આવ્યો હતો. બીજી તરફ ચંદીગઢનો દર્દી ઈટાલીથી આવ્યો છે. તે જ સમયે, કર્ણાટકમાં દક્ષિણ આફ્રિકાના 34 વર્ષીય વ્યક્તિ આ પ્રકારથી સંક્રમિત જોવા મળ્યો હતો. આ સિવાય નાગપુરમાં 40 વર્ષીય વ્યક્તિમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે.