ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરીમાં મીની ડિસ્પેન્સરી, વિદ્યાર્થીઓને વિનામૂલ્યે દવા આપશે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરીમાં મીની ડિસ્પેન્સરી શરૂ કરવામાં આવી છે. લાયબ્રેરીમાં અનેક વિદ્યાર્થીઓ રોજ વાંચવા માટે આવે છે. આ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને લાયબ્રેરીમાં નાની ડિસ્પેન્સરી શરૂ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે સામાન્ય બિમારીની દવા આપવામાં આવશે. યુનિવર્સિટીના હેલ્થ સન્ટરના ડોક્ટર સહિત અન્ય ખાનગી હોસ્પિટલો સાથે CSR પ્રવૃત્તિના ભાગરૂપે બેઝિક દવાઓ અપાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટે મીની ડિસ્પેન્સરી શરૂ કરવામાં આવી છે. આ ડિસ્પેન્સરીમાં માથાનો દુઃખાવો, તાવ, ઊલટી, પેટમાં દુઃખાવો, શરદી, ઉધરસ અને ગ્લુકોઝ સહિતની દવાઓ અપાશે. આ તમામ દવાઓ ડોક્ટરની સલાહ બાદ આપવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરીમાં 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ રજીસ્ટર થયાં છે. તે તમામ વિદ્યાર્થીઓને આ ડિસ્પેન્સરીનો લાભ મળશે. જેનાથી વિદ્યાર્થીઓને વાંચન દરમિયાન બહાર નહીં જવું પડે અને સમયની બચત પણ થશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં હાલ આરોગ્ય ક્લિનિક પણ કાર્યરત છે. જેનો કર્મચારીઓ લાભ લઈ રહ્યા છે. પણ મોટાભાગના વિદ્યાર્થીઓને આરોગ્ય ક્લિનિકની ખબર ન હોવાથી વિદ્યાર્થીઓ ઓછા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે. હવે લાયબ્રેરીમાં જ મીની ક્લિનિક શરૂ કરાતા વિદ્યાર્થીઓને લાભ મળશે. યુનિ કેમ્પસના જુદાજુદા ભવનોના વિદ્યાર્થીઓ પણ સામાન્ય બીમારીમાં આ ક્લિનિકનો લાભ લઈ શકશે. ડિસ્પેન્સરીમાં માથાનો દુઃખાવો, તાવ, ઉલ્ટીસ પેટમાં દુઃખાવો, શરદી, ઉધરસ અને ગ્લુકોઝ સહિતની દવાઓ અપાશે. આ તમામ દવાઓ ડોક્ટરની સલાહ બાદ આપવામાં આવશે. જેનાથી વિદ્યાર્થીઓને વાંચન દરમિયાન બહાર નહીં જવું પડે અને સમયની બચત પણ થશે.