આ વખતેના ક્રિસમસને બનાવવા માંગો છો સૌથી ખાસ તો આ સ્થળો પર જઈને કરો સેલિબ્રેટ
- ક્રિસમસ સેલિબ્રેટ કરવા માંગો છો ?
- આ જગ્યાઓની લો મુલાકાત
- ઉજવણી માટે છે બેસ્ટ જગ્યા
એમ તો ફરવાનો જે લોકોને શોખ હોય છે, તેઓ ગમે ત્યારે ફરવા નીકળી જાય છે, પરંતુ કોઈ ખાસ પ્રસંગે મુસાફરી કરવાની કંઇક અલગ જ મજા હોય છે. દરેક વ્યક્તિ ક્રિસમસને ભવ્ય રીતે ઉજવવા માંગે છે. જો તમે પણ ઘરની બહાર ક્યાંક ક્રિસમસ સેલિબ્રેટ કરવા માંગો છો, તો અમે તમને કેટલીક બેસ્ટ જગ્યાઓ વિશે જણાવીશું
આમ તો આપણે મનાલીની મુલાકાત લઈએ છીએ, હિમાચલ પ્રદેશ ક્રિસમસની ઉજવણી કરવા માટે પરફેકટ સ્થળ છે, તેથી આ વખતે તમે મનાલી પસંદ કરો. બરફની વચ્ચે ક્રિસમસ સેલિબ્રેટ કરવાની કંઈક અલગ જ મજા છે.
શિલોંગમાં આત્મીય સંગીત વગાડનાર બેંડ અને સમગ્ર શહેરને રોશનીથી સજાવે છે.ક્રિસમસ દરમિયાન શિલોંગ ખૂબ જ સુંદર બની જાય છે. અહીં દૂર-દૂરથી સેંકડો લોકો આવે છે.
દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશ હોવાથી આદિવાસી પરંપરાઓના મિશ્રણ સાથે નાતાલની ઉજવણી કરે છે અને તમને અહીં શ્રેષ્ઠ નાતાલનો અનુભવ મળશે.
હૈદરાબાદ પણ ક્રિસમસ પર મુલાકાત લેવા માટે બેસ્ટ છે. નાતાલની સજાવટ સાથે જોવા માટે અહીં એક ખૂબસૂરત સ્થળ છે, તમે દિવસ અને સાંજની વચ્ચે અહીં એક અદ્ભુત નજારો જોઈ શકશો.
ગોવા ઇસુના જન્મની ઉજવણી માટે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. દૂર-દૂરથી લોકો નાતાલની ઉજવણી કરવા ગોવામાં આવે છે. ક્રિસમસ માટે ગોવાને પણ ખાસ શણગારવામાં આવે છે. ઘણા સુંદર ચર્ચોથી શણગારેલા આ શહેરમાં તમે દરેક ખૂણે ક્રિસમસનો આનંદ માણી શકો છો.