રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણના વિરોધમાં બુધવારે બેન્ક કર્મચારીઓના દેખાવો, ગુરૂ-શુક્રવારે હડતાળ
અમદાવાદઃ કેન્દ્ર સરકાર રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણ કરવા તરફ આગળ વધી રહી છે.સરકારનો સ્પષ્ટ્ર ઇરાદો છે કે બેન્કોમાં સરકારની મુડી 50 ટકા ઘટાડી અને ખાનગી મુડી વધારવી જેને કારણે બેન્કોનો વહીવટ ખાનગી હાથમાં જઇ શકશે. આથી સરકારની આ નીતિરીતિથી બેન્ક કર્મચારીઓ નારાજ બન્યા છે. અને સરકારના નિર્ણયના વિરોધમાં દેશના નવ લાખ બેન્ક કર્મચારીઓ–અધિકારીઓ તા.16-17ના રોજ હડતાલ પર જશે. ગુજરાતના 25000 કર્મચારી–અધિકારીઓ હડતાલ પર જશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગી કરણ સામે કર્મચારીઓ આવતી કાલે તા.15મીએ સાંજે અમદાવાદમાં દેખાવો કરશે અને આગામી તા.16-17ના રોજ સંપૂર્ણ હડતાલ પાડશે અને દેખાવો યોજશે.
કર્મચારીઓ આ પ્રશ્ને લડી રહ્યા છે તે જનસામાન્ય હિત માટે લડી રહ્યાં છે. જો બેન્કોનું ખાનગીકરણ થશે તો બેન્કોની 1.56 લાખ કરોડની થાપણ જે દેશના જીડીપીના લગભગ 75 ટકા જેટલી છે તે ખાનગી સાહસને હવાલે થઇ જશે..
અત્યાર સુધીમાં સરકારે બિનઉત્પાદક અકસ્યામતો રૂા. 8 લાખ કરોડ માંડવાળ કરેલા છે. હજી પણ બીજા રૂા.6 લાખ કરોડની બિનઉત્પાદક અકસ્યમાત વસુલી કરવાની બાકી છે. સરકારે છેલ્લા 6 માસમાં 4.64 લાખ કરોડની વસુલી સામે ફકત 1.68 લાખ કરોડ વસુલેલ છે. આ ખોટ જાહેર જનતા ઉપર છે. આ બિનઉત્પાદક અકસ્યામતોના 85 ટકા ઉધોગપતિના છે. તેવા તત્વોને બેન્કનો વહીવટ સોંપી શકાય? 1991થી ખાનગી બેન્કોને લાયસન્સ આપવાનું શરૂ કર્યુ હતું . 1991થી 2013 સુધીમાં ગ્લોબલ ટ્રસ્ટ બેન્ક, ટાઇમ્સ બેન્ક, સેન્ચુરીયન બેન્ક, બેન્ક ઓફ પંજાબ બધં થઇ છે. 2014 પછી યશ બેન્ક નબળી પડી હતી જેને જાહેરક્ષેત્રની બેન્કે ઉગારી લીધીઘણીબધી ખાનગી બેન્કો માંદી પડી અને તેને સરકારી બેન્કોએ ઉગારી. સરકાર જો બેન્ક નબળી પડે તો પ્રજાની થાપણની ડીઆઇસીજીસી મારફત રૂા.1 લાખ ડીપોઝીટનો વિમો હતો જે હાલમાં રૂા.5 લાખ કર્યો છે. પરંતુ દર રૂા.100ની ડીપોઝીટ સામે બે પૈસાનો વધારો કરેલ છે. જેના કારણે ડીઆઇસીજીસીને રૂા. 2993 કરોડ વધારે મળ્યા છે.