વિદેશથી આવતા લોકો માટે ભારત સરકારે લીધો મોટો નિર્ણય
- ઓમિક્રોનના કેસ વધતા ભારત સરકારનો નિર્ણય
- હવે ભારત આવતા લોકોએ કરવું પડશે આ કામ
- સરકાર ઓમિક્રોનને લઈને એલર્ટ
દિલ્હી:ઓમિક્રોન વેરિયન્ટના કેસ દુનિયાના મોટા ભાગના દેશોમાં વધી રહ્યા છે, જે દેશોમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે તે દેશને લઈને અન્ય દેશ પણ ચિંતિત છે. આવામાં ભારત સરકાર દ્વારા પણ કેટલાક પ્રકારના પગલા લેવામાં આવ્યા છે.
જાણકારી અનુસાર કેન્દ્ર સરકારના નવા નિયમ પ્રમાણે 20 ડિસેમ્બરથી હાઈ રિસ્ક વાળા દેશોમાંથી ભારત આવતા તમામ દેશી-વિદેશી મુસાફરોએ ફરજિયાતપણે RT-PCR ટેસ્ટ પ્રિ-બૂક કરાવવો પડશે. આ આદેશ અનુસાર 20 ડિસેમ્બરથી દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ અને હૈદરાબાદના એરપોર્ટ પર પહોંચેલા ‘એટ-રિસ્ક’ દેશોના તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ ફરજિયાત પણે આરટી-પીસીઆર ટેસ્ટ પ્રીબુક કરવા પડશે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ઓમિક્રોનો વેરિએન્ટે વિશ્વના ઘણા દેશોમાં ફેલાયો છે.
મુંબઈમાં 8ની સાથે દેશમાં ઓમિક્રોન સંક્રમિત કુલ દર્દીઓનો આંકડો 57 પર પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 28 કેસ છે. દેશમાં ઓમિક્રોનના ખતરાની વચ્ચે નીતિ આયોગના મેમ્બર ડોક્ટર વીકે પૌલે કોરોના વેક્સિનને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. વીકે પૌલે જણાવ્યું કે ભારતની કોરોના વિરોધી વેક્સિન નવા વેરિયન્ટ ઓમિક્રોનની સામે બેઅસર સાબિત થઈ શકે છે, આથી કોરોનાના બદલાઈ રહેલા વેરિયન્ટની સામે ઝડપથી અસરકારક બની શકે તેવી બીજી કોઈ વેક્સિનની ભારતે વ્યવસ્થા કરી રાખવી જોઈએ.