- સેના અને આતંકી વચ્ચે એથડામણ સર્જાય
- એક આતંકીનો ખાતમો
શ્રીનગર – જમ્મુ કાશ્મીર કે જ્યા આતંકીઓની હંમેશા નજર ટકેલી હોય છે જે શાંતિ ભંગ કરવાનો સતત પ્રત્યન કરતા રહેતા હોય છે ત્યારે દક્શઇણ કાશ્મીરમાં સ્થિત પુલવામા જીલ્લામાં મંગળવારની મોડી રાતે બાજ આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ સર્જાઈ હતી જે દરમિયાન એક આતંકીનો ખાતમો કરવામાં આવ્યો હતો,મળતા સમાચાર પ્રમાણે આ અથડામણ મોડી રાતે સર્જાય હતી
મળતી માહિતી મુજબ, જિલ્લાના રાજપોરા વિસ્તારના ઉસગામ પાથરીમાં આતંકવાદીઓની સંતાયા હોવાની બાતમી પર ઘેરાબંધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘેરાબંધી કડક થતી જોઈને સંતાયેલા આતંકીઓએ ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ સૈનિકોએ જવાબી કાર્યવાહીમાં તેમનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.
જો કે પહેલા તો સુરક્ષા દળો તરફથી આત્મસમર્પણ માટે વારંવાર અપીલ કરવામાં આવી હતી. પરંતુ આતંકવાદીઓ સહમત ન થયા અને વારંવાર ગોળીબાર કરતા રહ્યા. આ દરમિયાન એક આતંકી માર્યો ગયો હતો. હાલ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
આ પહેલા પણ લશ્કર-એ-તૈયબાના એક પાકિસ્તાની આતંકવાદી, જે રાજોરી અને પૂંચમાં આતંકવાદી ઘટનાઓ માટે વિશેષ તાલીમ લઈને આવ્યા હતા, તેને મંગળવારે બહરામગાલા વિસ્તારમાં સુરક્ષા દળોએ ઠાર માર્યો હતો. તેનો એક સાથી જંગલમાં ભાગી ગયો. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. મોડી સાંજ સુધી આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ હતું. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ પાકિસ્તાનના રહેવાસી અબુ જરારા તરીકે થઈ છે. તેના પાસેથી એક AK-47 રાઈફલ, ચાર મેગેઝિન, એક ગ્રેનેડ, એક પાઉચ, ભારતીય ચલણના થોડા રૂપિયા મળી આવ્યા છે.