દાહોદની ઘટના, ધાર્મિક પ્રસંગમાં જમણવાર કર્યા પછી લોકોને થયું ફૂડપોઈઝન
- દાહોદમાં બની ઘટના
- જમણવાર બાદ લોકો બીમાર
- ભુલવણમાં ત્રણ લોકોના મોત, કુલ સાત મોત
અમદાવાદ:દાહોદમાં આવેલા દેવગઢ બારિયામાં એવી ઘટના બની છે કે જેમાં જાણવા મળ્યું છે કે લોકો આ પ્રકારની પણ બેદરકારી રાખી શકે છે. વાત એવી છે કે દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામે ફૂડ પોઇઝનિંગથી બીમાર થયેલા પૈકી 4ના મોત સોમવારે થયા હતાં.જ્યારે મંગળવારે વધુ 3ના મોત થતાં મૃતાંક 7 ઉપર પહોંચ્યો છે.
જાણકારી અનુસાર જે લોકોના મોત થયા છે તે લોકોએ ખેતરમાં જઈને નોન-વેજ ખાધુ હતુ જે વાસી હતુ. આ પ્રકારની જાણકારી પ્રાથમિક તપાસમાં જાણવા મળી છે. જોકે, વાસી નોન-વેજ ખાતા ફુડ પોઇઝન થયું કે તેમના ભોજનમાં કોઇ પ્રકારનો ઝેરી પદાર્થ ભળતા ઘટના ઘટી છે તેતો FSLના રિપોર્ટ બાદ જ જાણી શકાય તેમ છે.
ઉલ્લેખનીય છે કે જ્યાં નોન-વેજ રાંધવામાં આવ્યું ત્યાંથી દારૂ અને કફ સીરપ લખેલી બોટલો સહિત ખૂણેથી સફેદ રંગનો પાવડર મળતાં શંકાના વાદળો ઘેરાયા છે.
દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામમાં 11 ડિસેમ્બરના રોજ એક ધાર્મિક પ્રસંગ યોજાયો હતો. બાદમાં લોકોએ તે દિવસે નોન-વેજ રાંધ્યા બાદ જમીને છુટા થયા હતાં. બચેલું અડધુ નોન-વેજ બીજા દિવસે બનાવવા માટે રાખ્યુ હતું.12 ડિસેમ્બરના રોજ સાંજે આગલા દિવસનુ બચેલું અડધા નોન-વેજ બનાવીને જમ્યા હતાં. ત્યારબાદ 13 ડિસેમ્બરના રોજ અંતિમ દિવસ હોવાથી 50 જેટલા લોકો ભેગા થયા હતાં.