નવી દિલ્હી: ભારતમાં ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સીના ભાવિ અંગે નિર્ણય લેવાશે અને ક્રિપ્ટોકરન્સી બિલ રજૂ થશે ત્યારે આ અગાઉ ક્રિપ્ટો માર્કેટ કડડભૂસ થયું છે. મોટા ભાગના ટોકન છેલ્લા કેટલાક સપ્તાહમાં નીચે ટ્રેડિંગ કરી રહ્યા છે. બિટકોઇન અને ઇથેરિયમ જેવી ક્રિપ્ટો કોઇનની કિંમતમાં પણ મોટો કડાકો બોલી ગયો છે.
એક રિપોર્ટ અનુસાર, તાજેતરના ઘટાડાની અસરથી વર્ચ્યુઅલ ટોકન્સનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 35 ટકા જેટલું ઘટી ગયું છે. મંગળવારે તે $2.1 ટ્રિલિયનની આસપાસ હતું. છેલ્લા એક મહિનામાં શિબા ઇનુ, સોલાના, ડોજકોઇન સહિતની ક્રિપ્ટોકરન્સીની વેલ્યુમાં 40 ટકા સુધીનો ઘટાડો થયો છે.
ક્રિપ્ટોકન્સીની વેલ્યૂમાં સતત થઇ રહેલા ઘટાડાથી ક્રિપ્ટોમાં રોકાણ કરનારા રોકાણકારો પણ ચિંતિત છે અને હવે એ મૂંઝવણ અનુભવી રહ્યા છે કે હાલમાં ક્રિપ્ટોમાં ખરીદી કરવી કે નહીં. વર્તમાન ડાઉન કાંગારુ માર્કેટ છે. હું તેમ ન કહી શકું કે વર્તમાન ડિપ બિયર માર્કેટનો સંકેત છે.
કાંગારૂ માર્કેટમાં એસેટ તેની વેલ્યુ બદલતી રહે છે અને કોઈ પણ જાતના સ્ટેબલ ઉછાળા અને ઘટાડાના ટ્રેડ વગર અપ અને ડાઉન થાય છે. ઈટ્સબ્લોકચેનના ફાઉન્ડર હિતેષ માલવિયાએ જણાવ્યું હતું કે, રોકાણકારોએ સાવચેત રહેવું જોઈએ અને ક્રિપ્ટો પોર્ટફોલિયોમાં ફિયાટ અથવા તો સ્ટેબલકોઈન્સ કરન્સીમાં રોકાણ કરીને રિસ્ક મેનેજમેન્ટ કરવું જોઈએ.
માર્કેટમાં બૂલ્સ અને બિયર્સ વચ્ચેની ફાઈટના કારણે વિશ્વભરના ક્રિપ્ટો એક્સચેન્જમાં વોલેટિલિટી જોવા મળી રહી છે. આ ટ્રેન્ડમાં અન્ય ઘણી વાતોએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે જેમાં ક્રિપ્ટોકરન્સી અંગે અમેરિકન સરકારનો મત પણ સામેલ છે.