હવે 70 વર્ષથી વધુ ઉમંરના લોકો પણ હજયાત્રા કરી શકશે – બસ આટલી વસ્તુનું રાખવું પડશે ધ્યાન
- હજયાત્રાને લઈને સારા સમાચાર
- 70 વર્ષથી વધુ ઉંમરના લોકો પણ કરી શકશે હજ
લખનૌઃ- મુસ્લિમ ઘર્મનું પવિત્રા સ્થાન ગણાતા મક્કામાં વિશ્વભરમાંથી લોકો ઉમરાહ અને હજયાત્રા કરવા આવતા હોય છે.જો કે થોડા સમય પહેલા કોરોના મહામારીને લઈને હજ માટે વધુ ઉમંરના લોકોને મંજૂરી આપવામાં આવતી ન હતી ત્યારે હવે આવા લોકો માટે હજને લઈને સારા સમાચાર સામે આવ્યા છે, હજ યાત્રા માટે વય મર્યાદા વર્ષ 2022 થી નાબૂદ કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે કોરોનાને કારણે 18 વર્ષથી ઓછી અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોની હજ યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત, આ વર્ષે હજ યાત્રા માટે હવાઈ મુસાફરી ફક્ત લખનૌ અને નવી દિલ્હીથી જ કરવામાં આવશે. વારાણસીથી આ મુસાફરી કરી શકાશે નહીં.
હજ સચિવ ગુપ્તાએ માહિતી આપી હતી કે આ વર્ષે 70 વર્ષની વય વટાવી ચૂકેલા હજ યાત્રીઓ આરક્ષિત શ્રેણી હેઠળ મુસાફરી કરી શકશે, આવા યાત્રિકો સાથે 70 વર્ષથી ઓછી ઉંમરના સહ-પ્રવાસી હોવું ફરજિયાત છે. તેમણે જણાવ્યું કે વારાણસીથી ફ્લાઈટ હાલમાં બંધ છે. એકવાર અરજીઓની સંખ્યા પ્રાપ્ત થયા બાદ વારાણસીથી ફ્લાઇટ શરૂ કરવા માટે વિચારણા કરવામાં આવશે.
તેમણે કહ્યું કે હજ કમિટિ ઓફ ઈન્ડિયાએ આ વર્ષથી ઓનલાઈન ફોર્મ ભરવામાં ઘણી નવી પ્રક્રિયાઓનો સમાવેશ કર્યો છે, જેમ કે હજ યાત્રા પર જતા પહેલા એક મહિના પહેલા કોરોના રસીના બંને ડોઝ લેવા ફરજિયાત છે, આ વર્ષે હજ કમિટી ઓફ ઈન્ડિયાની મોબાઈલ એપ પરથી પણ અરજી ફોર્મ ભરી શકાશે. આ વખતે હજ યાત્રા 35 થી 42 દિવસની હશે. પહેલા આ યાત્રા 45 થી 48 દિવસની હતી.