તા. 19મી ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશેઃ પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે
અમદાવાદઃ ગુજરાતમાં તા. 19મી ડિસેમ્બરના રોજ 8 હજારથી વધારે ગ્રામ પંચાયતમાં મતદાન યોજાશે. 27200 સરપંચ અને 1.20 લાખ સભ્યોનું ભાવે મતદારો નક્કી કરશે. તા. 21મી ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે. 1167 ગ્રામ પંચાયત બિન હરિફ થઈ છે અને 9669 સભ્ય બિન હરીફ ચૂંટાયા છે. અંશતઃબિન હરીફ ગ્રામ પંચાયતની સંખ્યા 6446 તો 4511 સરપંચ અને 26254 સભ્ય બિન હરીફ થયા હોવાનું જાણવા મળ્યું છે. આજે સાંજે ગ્રામપંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે. બીજી તરફ મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ચૂંટણીમાં લગભગ 1.85 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર 19 ડિસેમ્બરે 8684 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે. જેમાં 27200 સરપંચ અને 1.20 લાખ સભ્યનું ભાવી ઈવીએમમાં સીલ થશે. ચૂંટણી પંચના જમાવ્યા અનુસાર 23097 મતદાન મથક છે. જેમાં 6656 મતદાન મથક સંવેદશીલ અને 3074 મતદાન મથક અતિસંવેદનશીલ છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1.82 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 93 લાખથી વધુ પુરુષ મતદારો અને 88 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી માટે 37429 મતપેટીનો ઉપયોગ લેવાશે. 2546 ચૂંટણી અધિકારીઓ ચૂંટણી કામમાં જોડાશે. મદદનીશ ચૂંટણી અધિકારી 2827 જોતરાશે. જ્યારે 1.38 લાખ પોલીંગ સ્ટાફ, 51747 પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે.
(Photo-File)